દિવાળી પર JIOની Offersની થશે ભરમાર , આડધા ભાવમાં મળી શકે છે હાઇ સ્પીડ બ્રોડબેંડ સેવા!

રિલાયન્લ જીયો, 4જી, ટેલિકોમ કંપની, ઇન્ટરનેટ, બ્રોડબેંડ Reliance Jio,Broadband Service,Jio broadband services,high speed broad band

દિવાળી પર JIOની Offersની થશે ભરમાર , આડધા ભાવમાં મળી શકે છે હાઇ સ્પીડ બ્રોડબેંડ સેવા!

નવી દિલ્હી: આ વર્ષે દિવળી પર રિલાયન્સ જિયો તેની બ્રોજબેન્ડ સેવા Jio Gigafની શરૂઆત કરી શકે છે. આ સાથે જ રિલાયન્સે ડેન અને હૈથવેના 2.4 કરોડ ગ્રાહકોને આકર્ષણ ઓપર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ડેન અને હૈથવેના ગ્રાહકો તેમના હાલના પ્લાનમાં ઓછી કિંમતમાં જિયો ગીગાફાયબર અને જિયોના સ્સાત પ્લનની કિંમતોમાં જિયો ગીગાફાયબર અને જિયો સ્માર્ટ હોમ સોલ્યુશનમાં અપગ્રેડ કરાવી શકો છો.

 

રિલાયન્સે કહ્યુ કે ડેન નેટવર્ક અને હૈથવે કેબલ સાથે થયેલા સંપાદનનો ફાયજો તેમના ગ્રાહકોને મળશે. કંપનીએ કહ્યું કે તે ડેન અને હૈથવેના તમામ લોકલ ઓપરેટર્સ સાથે મળીને કામ કરશે અને તેમના 2.4 કરોડ ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપશે, જેથી તે તેમના હાલના પ્લાનને સસ્તી કિંમતોમાં જિયો ગીગાફાઇબર સાથે અપગ્રેડ કરી શકે. મહત્વનું છે, કે રિલાયન્સ જિઓએ તેની નવી બ્રોડબેંડ સેવા Jio GigaFiberના એલાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી એજીએમમાં કર્યું હતું. 

જિયો ફાયબરનો સૌથી સસ્તો પ્લાન માત્ર 500 રૂપિયામાં શરૂ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,જિયો ફાઇબરનો સૌથી સસ્તો પ્લાન માત્ર 500 રૂપિયાથી શરૂ થઇ રહ્યો છે. જે વર્તમાન ઓપરેટર્સોની તુલાનાએ લગભગ આડધો છે. અત્યારની વાત કરીએ તો હોમ બ્રોડબેન્ડવી સેવાઓ આપનારો ઓપરેટર્સ 100 mbpsની સ્પીડ સાથે 100 જીબી ડેટા આપવાની સાથે 700 થી 1,000 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જ્યારે ટીવી સર્વિસ માટે 200-300 રૂપિયા જેટલો ચાર્જ વસૂલવમાં આવે છે. 

મોબાઇલ ડેટા કરતા પણ સસ્તુ હશે બ્રોડબેંડ
જિયો તેની આ સેવાઓ અડધી કિંમતોમાં આપવા માટેની તૈયારી દેખાડી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવુ છે, કે જિયો ફાયબર ગ્રાહકોને પ્રતિજીબી ડેટા 4જી મોબાઇલ ડેટાથી લગભગ 25-30% સુધી સસ્તુ આપી શકે છે. હાલમાં મોબાઇલ ડેટાની વાત કરીએ તો ગ્રાહકને એક જીબી 4જી ડેટાની કિંમત સરેરાશ 2.7 થી 5 રૂપિયા ચૂકવવી પડી રહી છે. જિઓના આવવાથી મોબાઇલ ડેટા માર્કેટમાં બદલાવ આવ્યો છે. તેવો જ બદલાવ બ્રેડબેન્ડ માર્કેટમાં પણ જોવા મળી શકે છે. 

કેવી રીતે કામ કરે છે જિઓ ગીગાફાયબર બ્રોડબેંડ 
JioGigaFiber ફાઇબર ટુ ધ હોમ(FTTH) પર આધારિત છે. FTTHની મદદથી યુઝર્સને ઇન્ટરનેટ સર્વિસ જોઇતી હોય તો તેના ઘર સુધી કેબલ મારફતે આપવામાં આવશે. અત્યારે જે કૈબલથી યુઝર્સને મદદ મળી રહી છે. તે સ્પિડ ઇન્ટરનેટ આપવાને લાયક નથી. આ સ્રવિસ માટે ઉપયોગમાં લેવાતા કેબલ બીજાની  સરખામણીએ ફાસ્ટ કનેક્ટિવિટી પ્રોવાઇડ કરે છે. આ હાલના કેબલો પર મળતી સ્પીડ કરતા સારી હશે. 

કેવી રીતે મળી શકે છે GigaFiberનું રાઉટર 
માય જિયો એપ અથવા તો જિયોની ઓફિશિયલ વેબસાઇટથી જિયો GigaFiberને તમે બુક કરાવી શકો છો. 15 ઓગસ્ટથી આ અંગેનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી વધારે જે શહેરમાં યુઝર્સ રજીસ્ટ્રેટ થશે, તે શહેરોમાં GigaFiberની શરૂઆત કરવમાં આવશે. સર્વિસ એક્ટીવેટ થયા જિયો સર્વિસ એન્જીનિંયર ઘરે આવી ને કનેક્શનને ઇન્ટોલ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news