સંજયભાઈ સવારે માર્કેટમાં આવ્યા તો ગાયબ હતી 250 કિલો ડુંગળી, સુરતમાં ચોરીની અનોખી ઘટના

સુરત (Surat) માં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. હમણાં સુધી સામાન્ય રીતે મોબાઈલ, પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટના સાંભળવા મળતી હતી. જોકે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ચોથા આસમાને પહોંચેલા ડુંગળીના ભાવોને લઈ મોંઘી થયેલી ડુંગળીની ચોરી સુરતમાં થઈ છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી (onion price) આજે 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. ત્યારે સામાન્ય વર્ગ માટે ડુંગળીની ખરીદી કરવી હાલ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે સુરતમાં ડુંગળીની ચોરી (Onion stolen) ની ઘટનાઓ હવે પ્રકાશમાં આવી છે.
 સંજયભાઈ સવારે માર્કેટમાં આવ્યા તો ગાયબ હતી 250 કિલો ડુંગળી, સુરતમાં ચોરીની અનોખી ઘટના

ચેતન પટેલ/સુરત :સુરત (Surat) માં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. હમણાં સુધી સામાન્ય રીતે મોબાઈલ, પર્સ સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટના સાંભળવા મળતી હતી. જોકે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ચોથા આસમાને પહોંચેલા ડુંગળીના ભાવોને લઈ મોંઘી થયેલી ડુંગળીની ચોરી સુરતમાં થઈ છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી (onion price) આજે 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. ત્યારે સામાન્ય વર્ગ માટે ડુંગળીની ખરીદી કરવી હાલ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે સુરતમાં ડુંગળીની ચોરી (Onion stolen) ની ઘટનાઓ હવે પ્રકાશમાં આવી છે.

18 હજારની કિંમતની ડુંગળીની ચોરી
સુરતના અડાજણના પાલનપુર પાટિયા નજીક આવેલ શાકભાજી માર્કેટમાં ડુંગળી ચોરીની આ ઘટના બની છે. અડાજણ વીર સાવરકર સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઇંગ્લે પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટમાં ડુંગળી અને બટાકાનો સ્ટોલ ધરાવે છે. જ્યાં રાત્રિ દરમ્યાન આવેલા અજાણ્યા ઈસમોએ પાંચ ઘુણ ડુંગળીની ચોરી કરી ફરાર થઈ હતા. રાત્રિના સાડા દસ વાગ્યા બાદ સ્ટોલ બંધ કરી સંજયભાઈ પોતાના કારીગર સાથે ચાલ્યાં ગયાં હતાં. ત્યારે રાત્રિના બે થી ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. સંજયભાઈ જ્યારે સવારે માર્કેટમાં આવ્યા ત્યારે 250 કિલો ડુંગળીની પાંચ ઘુણનો બીજા દિવસે જોવા ના મળી ન હતી. તા ચોરી થઈ હોવાની જાણ સંજયભાઈને થઈ હતી. કુલ 18 હજારની કિંમતની ડુંગળીની ચોરી થઈ છે. જેની પાછળનું કારણ ડુંગળીમાં થયેલ ભાવવધારો માનવામાં આવી રહ્યો છે. જોકે આ મામલે ફરિયાદ નોંધાવવાની દિશામાં વેપારીએ તૈયારી દર્શાવી હતી. 

120 રૂપિયે પહોંચી ડુંગળી
ઉલ્લેખનીય છે કે, ગરીબોની કસ્તૂરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ સર્વત્ર 80થી 120 રૂપિયાની કિંમતે ડુંગળી વેચાઈ રહી છે. સતત વધતા ભાવના કારણે વેપારીઓને ત્યાં ગ્રાહકોનો ઘટાડો થયો છે. અમદાવાદ એપીએમસી માર્કેટનાં ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષે નવેમ્બર માસમાં એપીએમસીમાં રોજની ૫૦ થી ૬૦ ટ્રકની આવક હતી. જ્યારે હાલ માત્ર ૩૦ ટ્રક ડુંગળીની આવક છે. આમ, ડુંગળીની આવકમાં સીધો 50 ટકાનો જ ઘટાડો નોંધાયો છે. કમોસમી વરસાદને પગલે ડુંગળીનો પાક નિષ્પળ થતાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, નાશિક (Nashik) , કર્ણાટકમાં કમોસમી વરસાદથી ડુંગળીના બે પાક નિષ્ફળ ગયા છે. જેથી માર્કેટમાં નવી ડુંગળીની આવક તો શરૂ થઈ છે, પણ પ્રમાણ ઓછું છે. તો બીજી તરફ, માવઠાને કારણે ડુંગળી પાકમાં રોગ આવવાથી પણ આવક ઘટી છે. એક વિધે 250 થી 300 મણ ડુંગળી થતી હતી, જ્યારે કે ચાલુ વર્ષે માત્ર 25 મણ ઉત્પાદન થયું છે. હજુ ડિસેમ્બર માસ સુધી આવક વધવાની શક્યતા નહિવત હોવાથી ડુંગળીના ભાવ આખો ડિસેમ્બર મહિનો આસમાને રહેશે તેવું સૂત્રોનું કહેવું છે. 

ભાવ ઘટવા પર શું કહે છે વેપારીઓ...
દિલ્હીના નહેરુ માર્કેટમાં ડુંગળીની લારીઓ પર ભીડ ઓછી જોવા મળી હતી. દિલ્હીના વેપારીઓનું માનવુ છે કે, આવનારા 15 દિવસમાં ફરી પરિસ્થિતિ સામાન્ય થશે. પણ બીજી બાજુ ગ્રાહકોનું માનવું છે કે, ગરીબ માણસ કેવી રીતે ડુંગળી ખરીદશે. સરકારને વોટ આપે છે તો સરકારની જ જવાબદારી છે કે ડુંગળીના ભાવને કંટ્રોલ કરવા. તો બીજી તરફ, સરકાર અને વેપારીઓ કમોસમી વરસાદના ગાન ગાઈ રહ્યાં છે. વેપારીઓ કહે છે કે, નાશિકમાં ખેડૂતોને થયેલા નુકસાનના કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે, જે આવનારા 15 થી 20 દિવસમાં ફરી ભાવ 30 રૂપિયા સુધી પહોંચશે. પણ ક્યાંક ને ક્યાંક કુદરતની માર તો આમ આદમીને ભોગવવી પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news