મોદી સરકાર આપી રહી છે ઘરબેઠા બિઝનેસ કરવાની તક, થશે તગડી કમાણી, આ રીતે ઉઠાવો ફાયદો
Trending Photos
મોદી સરકારે ગત કેટલાક વર્ષોમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે, જે તમને બિઝનેસ કરવાની તક આપે છે. આ બિઝનેસ તમે તમારા ઘરેબેઠા કરી શકો છો. સારી એવી કમાણી કરી શકો છો. આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે કંઇ ખાસ કરવું નહી પડે. મોદી સરકારે આ સ્કીમ્સની પ્રક્રિયા ખૂબ સરળ બનાવી છે. તેનાથી વધુમાં વધુ લોકો આ સ્કીમ્સ સાથે જોડાઇ શકે. જોકે મોદી સરકાર ઇચ્છે છે કે લોકો જોબ સિકર્સના બદલે ક્રિએટર્સ બને, એટલા માટે આ પ્રકારની સ્કીમ્સ લોન્ચ કરવામાં આવી. આ સ્કીમ્સનો હેતું છે કે લોકો આંત્રપ્રિન્યોર બનવા માટે આગળ આવે. આવો જાણીએ આ સ્કીમ્સ વિશે...
ઘરના ધાબાથી થશે કમાણી
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ સૌથી પહેલાં દેશમાં સોલાર પાવર પ્રોડક્શનનો ટાર્ગેટ લગભગ પાંચ ગણો વધાર્યો. સરકારે લોકોને અપીલ કરી કે તે પોતાના ઘરના ધાબા પર સોલાર પ્લાન્ટ લગાવે અને આ પ્લાન્ટથી ઉત્પન્ન થનાર વિજળી સરકાર અથવા વિજ કંપનીઓને વેચે. તેના માટે તમે એપ્લાઇ કરવા માંગો છો તો મોદી સરકારે એકદમ સરળ પ્રક્રિયા બનાવી છે. જો તમે તેના વિશે પુરી જાણકારી લેવા માંગો છો તો તમે મોબાઇલ એપ અરૂણ (ARUN) ડાઉનલોડ કરી સ્કીમની પુરી જાણકારી લઇ શકો છો. જો તમે એપ્લાઇ કરવા માંગો છો તો તમે http://solarrooftop.gov.in/login પર જઇને સરળતાથી એપ્લાઇ કરી શકો છો.
ઘરેબેઠા ઓનલાઇન કરો બિઝનેસ
જો તમે ઘરે બેસીને બિઝનેસ કરવા માંગો છો તો મોદી સરકારે સરકારના ઇ-પોર્ટલના માધ્યમથી Gem (ગવર્નમેંટ ઇ-માર્કેટ) એટલે કે ઓનલાઇન બજાર તૈયાર કર્યું છે. તમે તમારા ઘરે રહીને જ GeM સાથે જોડાઇને સરકાર સાથે બિઝનેસ કરી શકો છો. તેના માટે GeM પર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન બાદ તમે સરકારી વિભાગોની ડિમાંડ મુજબ સપ્લાઇ કરી શકો છો. આમ કરવાથી તમારે મેન્યુફેક્ચરર્સ સાથે સંપર્ક કરવો પડશે અને ડિમાંડ આવતાં ત્યાંથી માલ આગળ સપ્લાઇ કરી શકો છો. આ ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કરવા માટે https://gem.gov.in/ પર જવું પડશે અહીં સાઇનઅપ સેક્શનમાં તમે તમારો વિકલ્પ પસંદ કરો. સીધા સંપર્ક માટે https://mkp.gem.gov.in/registration/signup#!/buyer પર ક્લિક કરવું પડશે.
મહિલાઓ પણ કરી શકે છે બિઝનેસ
મોદી સરકારે મહિલાઓને પણ ઘરે રહીને બિઝનેસ કરવાની તક આપી છે. આ સ્કીમને મહિલા ઇ-હાર્ટ નામ આપવામાં આવ્યું છે. મહિલાઓ આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઘરે બનાવેલી પ્રોડક્ટ પણ વેચી શકે છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરર્સ પાસેથી સામાન બનાવડાવીને વેચી શકે છે. આ પ્લેટફોર્મ મિનિસ્ટ્રી ઓફ વૂમેન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ પર મહિલાઓ ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવીને પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરી શકે છે. જો કોઇ સેલર્સને તમારી પ્રોડક્ટ પસંદ આવે છે તો તે સીધો તમારો સંપર્ક કરી શકે છે. તમારે બીજા ઓનલાઇન ટ્રેડિંગ પોર્ટલની માફક કમીશન પણ નહી આપવું પડે. જો તમે આ પોર્ટલ માટે એપ્લાઇ કરવા માંગો છો તો ક્લિક કરો- http://mahilaehaat-rmk.gov.in/en/join-us/
ડિજિટલ કમાણી પણ એક માધ્યમ
મોદી સરકાર સમયાંતરે માય ગવર્નમેંટ પોર્ટલ પર અલગ-અલગ ક્વિઝ કાઢે છે. આ ક્વિઝ દ્વારા પણ કમાણી થાય છે. તો બીજી તરફ, સરકારની ડિજિટલ પેમેંટ એપ BHIM દ્વારા પણ પૈસા કમાઇ શકાય છે. ભીમ એપ વડે એક વ્યક્તિને જોડવાથી અને તે વ્યક્તિ દ્વારા ત્રણ ટ્રાંજેક્શન કરતાં 10 રૂપિયા મળે છે. આ પ્રકારે મહિલાઓ અથવા વિદ્યાર્થી રોજ 20 લોકોને જોડે છે તો તે 200 રૂપિયાની કમાણી કરી શકે છે. તો બીજી તરફ કોઇ દુકાન પર ભીમ એપને લાગૂ કરવાથી તેના ખાતામાં 25 રૂપિયા આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે