સામાન્ય માણસોને મોટી રાહત, સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આવ્યો ઘટાડો
મંગળવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે.
- સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો
- પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો
- ડીઝલના ભાવમાં 7 પૈસાનો આવ્યો ઘટાડો
Trending Photos
નવી દિલ્હી: સામાન્ય માણસોને સતત છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં રાહત આપવામાં આવી છે. મંગળવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડિઝલની ભાવોમાં ઘટાડો નોધાયો હતો. મંગળવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવોમાં 10 પૈસાનો ઘટાડો આવ્યો છે. દિલ્હીમાં 81.34 રૂપિયા પ્રતિ લીટર થયો છે. સાથે જ રાજધાનીમાં ડીઝલમાં 7 પૈસા પ્રતિ લીટર સસ્તુ થઇને 74.85 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
મુબઇમાં પણ મંગળવારે પેટ્રોલના ભાવોમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. જેથી અહિંયા પેટ્રોલની કિંમતોંમાં પ્રતિ લીટરે 86.81 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. સાથે જ ડીઝલના ભાવોમાં 8 પૈસાનો ઘાટાડો આવતા પ્રતિ લીટર 78.46 રૂપિયા ભાવ થયો હતો.
મહત્વનું છે, કે સોમવારે પણ દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. આ પહેલા રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 81.44 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. સાથે જ દિલ્હીમાં સોમવારે ડીઝલના ભાવોમાં 27 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો હતો. જેથી ડીઝલના ભાવ 74.92 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
મુંબઇમાં પણ સોમવારે પેટ્રોલના ભાવોમાં 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. જેથી આર્થિક રાજધાનીમાં સોમવારે પેટ્રોલનો ભાવ 86.91 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ડીઝલના ભાવ સોમવારે 28પૈસા પ્રતિ લીટર ઘટ્યા હતા જેથી મુંબઇ ડીઝલનો ભાવ 78.54 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
નોધનીય છે, કે રવિવારે પણ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 25 પૈસા પ્રતિ લીટર ઓછા થતા 81.74 થયા હતા. જ્યારે ડીઝવના ભાવોમાં 17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઇમાં પણ રવિવારે પેટ્રોલની કિંમતોમાં 25 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી અહિં પેટ્રોલનો લીટરે ભાવ 87.12 રૂપિયા થઇ ગયો હતો. જ્યારે મુંબઇમાં ડીઝલની કિંમતોમાં 18 પૈસાનો ઘટાડો આવતા ભાવ ઘટીને 78.82 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
માનવામાં આવી રહ્યું છે, કે આંતરાષ્ટ્રીય બજારમાં થોડા કેટલાક દિવસોમાં આવેલા ક્રુડ ઓઇલના ભાવોમાં આવેલા ઘટાડાથી ભારતીય ક્રુડ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે આ અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ સિમિત દાયરામાં રહ્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસોમાં ક્રુડ ઓઇલના ભાવોમાં પ્રતિ બેરલ 6 ડોલરનો ઘટાડો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે