Petrol-Diesel Price: IPL 2024 ની વચ્ચે પેટ્રોલે સદી ફટકારી, જાણો તમારા શહેરમાં પેટ્રોલના ભાવની કેવી છે રન રેટ

Petrol-Diesel Price 21 May 2024: આજે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની સાથે જ પ્રદેશના મુખ્ય શહેરોમાં દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, બેંગલુરૂ, લખનઉ, નોઇડા, ગુરૂગ્રામ, ચંદીગઢ, પટનામાં પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થયા છે. આવો જાણીએ. 

Petrol-Diesel Price: IPL 2024 ની વચ્ચે પેટ્રોલે સદી ફટકારી, જાણો તમારા શહેરમાં પેટ્રોલના ભાવની કેવી છે રન રેટ

Petrol-Diesel Price Latest Price: દેશભરમાં 21 મે એટલે કે મંગળવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર ક્રૂડ ઓઇલના ભાવના આધારે દેશમાં ઇંઘણના ભાવ નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફેરફારની અસર દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળે છે. દેશમાં દરરોજ સવારે 6 વાગે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. 

આજે દેશની રાજધાની દિલ્હી સહિત મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, બેંગલુરૂ, લખનઉ, નોઇડા, ગુરૂગ્રામ, ચંદીગઢ, પટનામાં પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થયા છે. અને આ તાજા લિસ્ટ પ્રમણે 21 મેના રોજ પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. 21 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સમાન છે અને અહીં કોઇ ફેરફાર થયો નથી. અહીં તમે તમારા શહેરના ભાવ જાણી શકો છો. 

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ  (Petrol-Diesel Latest Rates)

શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઇ 104.21 92.15
કલકત્તા 103.94 92.32
ચેન્નઇ 100.75 92.32
બેંગલુરૂ 99.84 85.93
લખનઉ 94.65 87.76
નોઇડા 94.83 87.96
ગુરૂગ્રામ 95.19 88.05
ચંદીગઢ 94.24 82.40
પટના 105.18 92.04

ફરવાના શોખીનો માટે બેસ્ટ છે આ 5 ક્રેડિટ કાર્ડ, રૂપિયા બચશે અને 5 સ્ટાર સુવિધાઓ મળશે
વેંત છેડા આ Hill Station પર ફરવા જવા માટે જોઇશે E-pass! જાણો કેવી રીત કરશો Apply

તાજેતરમાં જ ઘટ્યા હતા ભાવ
તમને જણાવી દઇએ કે માર્ચ મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમછતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા નથી. 

પેટ્રોલના નવા ભાવ કેવી રીતે જાણી શકાય-
પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવ દરરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગે અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ તમે એસએમએસ દ્રારા પણ જાણી શકો છો. (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલ (Indian Oil) ના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ (BPCL) ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ એચપીસીએલ (HPCL) ના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર ભાવ જાણી શકે છે. 

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે Public sector Oil Marketing Companies (OMCs) એટલેકે, દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news