એક દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે કિંમત

બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત આપી હતી. જોકે, ગુરૂવારે ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુરૂવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. વધારા બાદ અહીં પેટ્રોલના ભાવ 70.47 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

એક દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે કિંમત

બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત આપી હતી. જોકે, ગુરૂવારે ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુરૂવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. વધારા બાદ અહીં પેટ્રોલના ભાવ 70.47 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ દિલ્હીમાં ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરે વધારો થયા બાદ તેની કીંમતો અહીં ગુરૂવારે 64.78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. 

મુંબઇમાં ગુરૂવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો છે. તેથી અહીં પેટ્રોલનો ભાવ 76.11 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આ સાથે ડીઝલના ભાવમાં 20 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ તેનો ભાવ ગુરૂવારે 67.82 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.  

બુધવારે ધટ્યા હતા પેટ્રોલ-ડીઝલના ભાવ
તમને જણાવી દઇએ કે બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કીંમતમાં ઘટાડો જોવા મળ્યો અને ડીઝલમાં તેજી આવી હતી. બુધવારે પેટ્રોલના ભાવમાં છ દિવસની તેજી બાદ ઘટાડો નોધાયો હતો, તો બીજી તરફ ડીઝલના ભાવમાં તેજી સિલસિલો યથાવત રહ્યો હતો. થોડા દિવસો પહેલાં પેટ્રોલ એક વર્ષના ન્યૂનતમ સ્તર પર ગયા બાદ થોડા દિવસોથી પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા હતા. બુધવારે ચારેય મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં 8 પૈસા ઘટીને પેટ્રોલ ક્રમશ: 70.33 રૂપિયા, 72.44 રૂપિયા અને 73 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. તો બીજી તરફ ડીઝલમાં 12 અને 13 પૈસાની તેજી જોવા મળી હતી. આ સાથે ડીઝલ દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 64.59 રૂપિયા, 66.36 રૂપિયા, અને 68.22 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. 

ક્રૂડમાં ઓઈલમાં તેજીના સંકેત
જાણકારોને આશા છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હજુ તેજી યથાવત રહેશે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. 27 ડિસેમ્બરથી સતત ક્રૂડ ઓઈલ મોંઘુ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. 

બે રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે પેટ્રોલ
અત્યારે બ્રેંટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યા છે. જો ક્રૂડ ઓઈલ આ સ્તરથી ઉપર જાય છે તો પેટ્રોલના ભાવમાં 1 થી 2 રૂપિયાનો વધારો થઇ શકે છે. ગત થોડા દિવસોમાં ક્રૂડની કિંમતોમાં 50 ડોલર પ્રતિ બેરના સ્તર પર પહોંચી ગઇ હતી.

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news