પેટ્રોલમાં બે દિવસના વધારા બાદ આજે મળી રાહત, આ રહ્યો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે દિવસની તેજી બાદ ત્રીજા દિવસે રાહત જોવા મળી. મંગળવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. આ પહેલાં સતત બે દિવસ રવિવારે અને સોમવારે ઓઇલના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી હતી. ઇન્ટરનેશનલ માર્કેટ પણ ક્રૂડ ઓઇલમાં તેજી બાદ મંગળવારે સવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ જૂના સ્તર પર 70.05 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 63.90 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યું હતું. 
પેટ્રોલમાં બે દિવસના વધારા બાદ આજે મળી રાહત, આ રહ્યો આજનો ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે દિવસની તેજી બાદ ત્રીજા દિવસે રાહત જોવા મળી. મંગળવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. આ પહેલાં સતત બે દિવસ રવિવારે અને સોમવારે ઓઇલના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી હતી. ઇન્ટરનેશનલ માર્કેટ પણ ક્રૂડ ઓઇલમાં તેજી બાદ મંગળવારે સવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ જૂના સ્તર પર 70.05 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 63.90 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યું હતું. 

મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
મુંબઇમાં પેટ્રોલ 75.75 રૂપિયા અને ડીઝલ 66.99 રૂપિયા કલકત્તામાં પેટ્રોલ 72.31 રૂપિયા અને ડીઝલ 65.82 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ 72.78 રૂપિયા અને ડીઝલ 67.60 રૂપિયા અને ગુરૂગ્રામમાં પેટ્રોલ 70.46 રૂપિયા અને ડીઝલ 63.37 રૂપિયા પ્રતિ લીટર છે. 

આંતરરાષ્ટ્રીય બજારોમાં આવ્યો સામાન્ય ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા પહેલાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા બાદ મંગળવારે સામાન્ય નરમાઇ જોવા મળી. ગત બે દિવસોમાં ક્રૂડ ઓઇલમાં તેજી આવ્યા બાદ ઓઇલની કિંમતમાં દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલમા ભાવમાં 12 પૈસા જ્યારે ચેન્નઇમાં 13 પૈસાનો વધારો થયો હતો. મંગળવારે ડબ્લ્યૂટીઆઇ ક્રૂડના ભાવ 57.77 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 64.10 પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં નરમાઇ રહેવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગ્રાહકોને ખૂબ રાહત મળી હતી. આ પહેલાં 30 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો સિલસિલો શરૂ થયાની સાથે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 1.93 રૂપિયા લીટર સસ્તુ થઇ ગયું હતું અને ડીઝલનો ભાવ 2.91 રૂપિયા પ્રતિ લીટર ઘટી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news