છ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલનો ભાવ યથાવત, જાણો આજની કિંમત

દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું, તો ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મનાતા મુંબઈમાં પણ તેલના ભાવમાં વૃદ્ધિ થઈ છે. 

છ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલનો ભાવ યથાવત, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બુધવારે કોઈ ફેરફાર થયો નથી. મંગળવારે તેની કિંમતમાં 20 પૈસા સુધીનો વધારો થયો હતો. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. તો ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરના દરનો વધારો થયો હતો. દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. 

બુધવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશઃ 71.27 રૂપિયા અને 65.90 રૂપિયા છે. તો ચેન્નઈ, કોલકત્તા અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશઃ 73.99, 73.36 અને 76.90 રૂપિયા પ્રતિ લીટર છે. આ ત્રણ મહાનગરોમાં ડીઝલની કિંમત 69.62, 67.68 અને 69.01 રૂપિયા છે. 

તમને જણાવી દઈએ કે મંગળવારે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકત્તા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 13 પૈસા જ્યારે ચેન્નઈમાં 14 પૈસાનો વધારો થયો હતો. તો ડીઝલના ભાવ દિલ્હી અને કોલકત્તામાં 19 પૈસા અને મુંબઈમાં 20 પૈસા અને ચેન્નઈમાં 21 પૈસાનો વધારો થયો હતો. દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં મંગળવારે પેટ્રોલના ભાવ ક્રમશઃ 71.27, 73.36, 76.90 અને 73.99 રૂપિયા પ્રતિ લીટર હતી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં નરમાઇ આવી છે, પરંતુ બ્રેંટ ક્રૂડનો ભાવ હજુ 62 ડોલર પ્રતિ ડોલરથી ઉપર ચાલી રહ્યો છે અને ડબલ્યૂટીઆઈ પણ 53 ડોલર પ્રતિ બેરલના ઉચ્ચ ભાવ પર બનેલ છે. કમોડિટી વિશ્લેષક જણાવે છે કે ચીનની મંદીનો રિપોર્ટ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસની ગતી થોભવાની શંકા છે તેથી કાચા તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news