સતત ચોથા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જુઓ તમારા ખિસ્સાના કેટલા રૂપિયા ઓછા થશે

પેટ્રોલની કિંમતમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો નોંધાયો છે. જોકે, ડીઝલી કિંમતમાં કોઈ બદલાવ આવ્યો નથી. ડીઝલની કિંમત ગત કેટલાક દિવસોથી સ્થિર છે. ગત ચાર દિવસોમાં પેટ્રોલ અંદાજે 30 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તુ થયું છે. 24 જુલાઈના રોજ છેલ્લીવાર પેટ્રોલ મોંઘુ થયું હતું. 
સતત ચોથા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જુઓ તમારા ખિસ્સાના કેટલા રૂપિયા ઓછા થશે

નવી દિલ્હી :પેટ્રોલની કિંમતમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો નોંધાયો છે. જોકે, ડીઝલી કિંમતમાં કોઈ બદલાવ આવ્યો નથી. ડીઝલની કિંમત ગત કેટલાક દિવસોથી સ્થિર છે. ગત ચાર દિવસોમાં પેટ્રોલ અંદાજે 30 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તુ થયું છે. 24 જુલાઈના રોજ છેલ્લીવાર પેટ્રોલ મોંઘુ થયું હતું. 

મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી

ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈ, 2019ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા અને ડીઝલની કિંમત 64.27 રૂપિયા પ્રતિ લીટર હતી. 5 જુલાઈના રોજ બજેટ રજૂ થયું હતું. તેના બાદ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી અને સેસ લગાવવામાં આવ્યું હતું.

રવિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 73.14 રૂપિયા અને ડીઝલની કિંમત 66.18 રૂપિયા પ્રતિ લીટર હતું. મુંબઈમાં એક લીટર પેટ્રોલ 78.75 રૂપિયા અને ડીઝલ 69.36 રૂપિયા, કોલકાત્તામાં પેટ્રોલ 75.75 રૂપિયા અને ડીઝલ 68.29 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 75.96 રૂપિયા અને ડીઝલ 69.90 રૂપિયા, નોએડામાં પેટ્રોલ 72.42 રૂપિયા અને ડીઝલ 65.29 રૂપિયા અને ગુરુગ્રામમાં પેટ્રોલ 72.97 રૂપિયા અને ડીઝલ 65.41 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news