PM Kisan: દિવાળી પહેલા ખેડૂતોને મળશે મોટી ભેટ! પીએમ કિસાનની રકમ ડબલ થઈ શકે છે, જાણો સરકારનો પ્લાન

તહેવારોની સીઝનમાં ખેડૂતોને સારા સમાચાર મળવાના છે. 

PM Kisan: દિવાળી પહેલા ખેડૂતોને મળશે મોટી ભેટ! પીએમ કિસાનની રકમ ડબલ થઈ શકે છે, જાણો સરકારનો પ્લાન

નવી દિલ્હી: તહેવારોની સીઝનમાં ખેડૂતોને સારા સમાચાર મળવાના છે. દિવાળી પહેલા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના  (PM kisan Samman Nidhi) ની રકમ બમણી કરી શકે છે. જો આ પ્રસ્તાવ પર સહમતિ થઈ ગઈ તો ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની જગ્યાએ 12000 રૂપિયા મળશે. 

જો કિસાન યોજનાની રકમ બમણી થશે તો ખેડૂતોને મળનારા હપ્તાની રકમ 2000 રૂપિયાથી વધીને 4000 રૂપિયા થઈ જશે. કહેવાય છે કે દિવાળી  (Diwali 2021) અગાઉ કેન્દ્રની મોદી સરકાર તેની જાહેરાત કરી શકે છે. 

ખેડૂતોને મળશે ભેટ!
વાત જાણે એમ છે કે હાલમાં જ બિહારના કૃષિમંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ મીડિયાને કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ (PM KISAN) ની રકમ બમણી થવાની છે. ત્યારબાદથી જ પીએમ કિસાનની રકમ બમણી થવાની અટકળો થઈ રહી છે કે સરકારી તેની તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે.

ભારત સરકારની પીએમ કિસાન  માટે મોબાઈલ એપ
પીએમ કિસાનના ઓનલાઈન પોર્ટલ  www.pmkisan.gov.in કે મોબાઈલ એપ દ્વારા તમે તેની ડિટેલ્સ ચેક કરી શકો છો. તેનો દાયરો વધારવા માટે એનઆઈસી (રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર) એ મોબાઈલ એપ ડેવલપ કરી છે. 

આ રીતે કરી શકો છો રજિસ્ટ્રેશન
તમે તમારા ઘર નજીકની પોસ્ટ ઓફિસ કે સીએસસી કાઉન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે તમે પીએમ કિસાન યોજનાના અધિકૃત વેબ પોર્ટલ પર જઈને પણ તમારું નામ નોંધાવી શકો છો. ખાસ વાત એ છે કે તમે PM Kisan પણ GOI Mobile App દ્વારા પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે તમે 'Google Play Store' માં જઈને તેને ડાઉનલોડ કરો. નોંધનીય છે કે તેની ભાષાનો અનુવાદ તમારી સ્થાનિક ભાષામાં કરવામાં આવી શકે છે. 

ન્યૂ કિસાન રજિસ્ટ્રેશન પર ક્લિક કરો
1. હવે તમે તેમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખી દો. ત્યારબાદ કન્ટિન્યૂ બટન પર ક્લિક કરો.
2. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મમાં નામ, એડ્રસ, બેંક ખાતાનું વિવરણ, IFSC કોડ વગેરે યોગ્ય રીતે નાખો. 
3. ત્યારપછી તમારી જમીનની ડિટેલ જેમ કે ખસરા નંબર, એકાઉન્ટ નંબર, વગેરે નાખો અને તમામ જાણકારીઓ સેવ કરો. 
4. હવે ફરી સબમિટ બટન પર ક્લિક કરો. આ સાથે જ પીએમ કિસાન મોબાઈલ એપ પર તમારું રજિસ્ટ્રેશન પૂરું થઈ જશે. 
5. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261/011-24300606 નો ઉપયોગ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news