મોટા ખુશખબર: PM મોદીના આ નવા 'ફોર્મ્યુલા'થી એક ઝટકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થશે
કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ ડીઝલના વધતા ભાવોનું લાંબા ગાળાનું સોલ્યુશન એટલે કે ઉપાય શોધી રહી છે. આવામાં પીએમ મોદીએ પોતે તેનો તોડ કાઢ્યો છે.
- મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો ફોર્મ્યુલા શોધ્યો
- લાંબા ગાળા માટે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા પર વિચાર
- તેલ ઉત્પાદક કંપનીઓ પર લાગી શકે છે કે વિંડફોલ ટેક્સ
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધારો થતા જનતા માટે મોટી સમસ્યા થઈ ગઈ છે. ઓઈલ કંપનીઓ ભાવ ઘટાડવા માટે તૈયાર નથી. છેલ્લા 11 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 2.50 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. એક્સાઈઝ ડ્યૂટીમાં કાપની માગણીથી લઈને ટેક્સ હટાવવા સુધીની માગણી થઈ રહી છે. બીજી બાજુ કેટલાક લોકો પેટ્રોલ ડીઝલના ભાવોને જીએસટી હેઠળ લાવવાની પણ માગ કરી રહ્યાં છે. એટલે સુધી કે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ સરકારને સલાહ આપી દીધી કે તે કઈ રીતે પેટ્રોલના ભાવ ઓછા થઈ શકે છે. સામાન્ય માણસના ખિસ્સા પર સતત વધતા જતા ભારને લઈને કેન્દ્રમાં મોદી સરકારની ચારેબાજુ આલોચના થઈ રહી છે. આવામાં વિપક્ષ પણ પીએમ મોદી પાસે તેનો જવાબ માંગી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો પીએમને પડકાર પણ ફેંકી દીધો છે. પરંતુ હવે સરકારે આ બધાનો તોડ શોધી કાઢ્યો છે.
શું છે કિંમતો ઓછી કરવાનો ફોર્મ્યુલા?
કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ ડીઝલના વધતા ભાવોનું લાંબા ગાળાનું સોલ્યુશન એટલે કે ઉપાય શોધી રહી છે. આવામાં પીએમ મોદીએ પોતે તેનો તોડ કાઢ્યો છે. ઓઈલ કંપનીઓની મનમાની પર હવે સરકાર ચાબુક ચલાવવાની તૈયારી કરી રહી છે. વાત જાણે એમ છે કે સરકાર ઓઈલ કંપની ઓએનજીસી પર વિંડફોલ ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. જેનાથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં બે રૂપિયા સુધીનો ઘટાડો સંભવ છે.
ONGC પર લાગશે ટેક્સ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક થઈ હતી. ત્યારબાદ સરકાર તરફથી કહેવામાં આવ્યું કે તેઓ લોંગટર્મ સોલ્યુશન્સ પર કામ કરી રહ્યાં છે. આ બેઠક સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ભારતીય ઓઈલ ઉત્પાદક કંપનીઓ માટે ક્રુડ ઓઈલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધી સીમિત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે જો આ યોજના અમલમાં લાવવામાં આવે તો ભારતીય ઓઈલ ફિલ્મડથી ઓઈલ કાઢીને તેને આંતરરાષ્ટ્રીય કિંમતો પર વેચનારી ઓઈલ કંપનીઓ જો 70 ડોલર પ્રતિ બેરલના દરથી વધુના ભાવે પેટ્રોલ વેચશે તો તેમણે આવકનો અમુક ભાગ સરકારને આપવો પડશે.
શું છે વિંડફોલ ટેક્સ
વિંડફોલટેક્સ એક પ્રકારનો વિશેષ ટેક્સ છે. તેના દ્વારા મળતી રેવન્યુનો ફાયદો ફ્યુલ રિટેલર્સને આપવામાં આવશે. જેનાથી તે કિંમતોમાં વધારાને ઓબ્ઝર્વ કરી શકે. ગ્રાહકોને તત્કાળ રાહત આપવા માટે સરકાર વિંડફોલ ટેક્સ લગાવી શકે છે. વિંડફોલ ટેક્સ દુનિયાના અનેક વિક્સિત દેશોમાં અમલમાં છે. યુકેમાં 2011માં ઓઈલના ભાવો 75 ડોલર પ્રતિ બેરલથી ઉપર જતા ટેક્સ રેટ વધારી દેવાયો હતો. જે નોર્થ સી ઓઈલ અને ગેસથી મળનારા પ્રોફિટ પર લાગુ થયો હતો. આ પ્રકારે ચીને 2006માં ડોમેસ્ટિક ઓઈલ પ્રોડ્યુસર્સ પર સ્પેશન અપસ્ટ્રીમ પ્રોફિટ ટેક્સ લગાવ્યો હતો.
એક્સાઈઝ ડ્યૂટીમાં પણ કાપ
સૂત્રોના જણાવ્યાં મુજબ મોદી સરકાર વિંડફોલ ટેક્સને ઓઈલના ભાવોમાં તેજીને કાબુમાં રાખવાના એક સ્થાયી સમાધાનના વિકલ્પ તરીકે જોઈ રહી છે.ચ સરકાર તરફથી આ ટેક્સ સેસ તરીકે લગાવી શકાય છે અને ઓઈલના ભાવોમાં 70 ડોલર પ્રતિ બેરલથી ઉપર જતા તે ચૂકવવો પડશે.
રાજ્યો પણ ઘટાડશે વેટ
ઓઈલ કંપનીઓ પર ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટીમાં કપાત ઉપરાંત સરકાર રાજ્યોને વેટ અને સેલ્સ ટેક્સમાં કાપ મૂકવાનું પણ જણાવી શકે છે. પેટ્રોલની વધતી કિંમતોથી પરેશાન લોકોને આ પગલાંથી તત્કાળ થોડી રાહત મળે તેવું અનુમાન છે. સરકાર અને ખાનગી બંને ઓઈલ ઉત્પાદક કંપનીઓ બંનેને સેસ લગાવવાની વિચારણા છે. બધુ થઈને એવી અટકળો થઈ રહી છે કે આ બધાના કારમએ પેટ્રોલના ભાવોમાં 5-7 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જો કે આ એક અનુમાન છે, હજુ સરકાર તરફથી આવા કોઈ કાપને નિર્ધારિત કરવામાં આવ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે