PMJJBY અને PMSBYમાંથી કેવી રીતે ઉપાડશો પૈસા? જાણી લો તો ગમે ત્યારે લાગશે કામ

કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિકને જીવન વિમામાં લાવવવા માટે મે 2015માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના લોન્ચ કરી હતી. પહેલાં તેનું પ્રીમિયમ 330 રૂપિયા હતુ અથવા તેમાં 2 લાખ રૂપિયા સુધીનો વિમો મળતો હતો. હવે 1 જૂન 2022થી તેનું પ્રીમિયમ વધીને 436 રૂપિયા થઈ ગયું છે.

PMJJBY અને PMSBYમાંથી કેવી રીતે ઉપાડશો પૈસા? જાણી લો તો ગમે ત્યારે લાગશે કામ

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે ઘણી યોજનાઓની શરૂઆત કરાવી છે. જો કે, તેમાંથી અમુક યોજનાઓ હવે સામાન્ય લોકોને ભારે પડી રહી છે. તેવી જ એક યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના. ઘણા લોકો આ બે યોજનાને બંધ કરાવવા માગે છે પણ તેની પ્રોસેસ એ લોકોને ખરબ નથી. આ સાથે એકથી વધુ બેંક અકાઉન્ટવાળા તમામ અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થતાં લોકો પરેશાન છે. 

2015માં લોન્ચ થઈ હતી બંને યોજનાઃ
કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિકને જીવન વિમા હેઠળ લેવા માટે મે 2015માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના લોન્ચ કરી હતી. પહેલાં તેનું પ્રીમિયમ 330 રૂપિયા હતુ અથવા તેમાં 2 લાખ રૂપિયા સુધીનો વિમો મળતો હતો. હવે 1 જૂન 2022થી તેનું પ્રીમિયમ વધીને 436 રૂપિયા થઈ ગયું છે. એવી જ રીતે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના પણ 2015માં લોન્ચ થઈ હતી. આ એક્સીડેન્ટલ વિમો 12 રૂપિયા પ્રીમિયમ સાથે મળતો હતો. તેનું પ્રીમિયમ વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

આ કારણે લોકોને થઈ રહી છે પરેશાનીઃ
આ બંને યોજનાઓનો લાભ ઉઠાવવા માટે બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે. દર વર્ષે એક જૂન સુધી બંને યોજનાઓનું પ્રીમિયમ બેંક અકાઉન્ટમાંથી જાતે જ કપાઈ જાય છે. જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. ઘણા લોકો પાસે પહેલાથી જ સારો વિમો લીધેલો છે. આવા લોકો આ બંને વિમાને ઓપ્ટ નથી કરવા માગતા. છતાં પણ તેમના બેંક અકાઉન્ટમાંથી પ્રીમિયમ કપાઈ જાય છે. એકથી વધુ બેંક અકાઉન્ટ રાખનારા લોકોને પરેશાની થઈ રહી છે. કેમ કે, તેમના દરેક ખાતામાંથી પ્રીમિયમ કપાઈ છે.એવા લોકો ઈચ્છે છે કે, કોઈ એક અકાઉન્ટમાંથી પ્રીમિયમ કપાઈ કેમ કે, લાભાર્થી એક જ વ્યક્તિ છે. 

આવી રીતે બંધ કરો ઓટો ડેબિટઃ
લાખો લોકો આ બંને યોજનામાંથી બહાર નીકળવા માગે છે. પરંતુ તેની પ્રોસેસ તેમના ખબર નથી. તમને જણાવી દઈએ કે, આ બંને યોજનાઓમાંથી બહાર નીકળી શકાય છે. જો કે, તેના માટે તમને થોડી પરેશાનીનો સામનો કરવો પડશે. અને બેંકની બ્રાન્ચમાં જવું પડશે. તમે તમારા બેંકની બ્રાન્ચમાં જઈને સેવિંગ અકાઉન્ટમાંથી ઓટો ડેબિટ બંધ કરવાની રિક્વેસ્ટ કરો. જે બાદ તમારું પ્રીમિયમ નહીં કપાઈ તેની કોઈ ગેરંટી નથી. એવા ઘણા મામલા છે જેમાં વિનંતી કર્યા બાદ પણ બેંક પ્રોસેસ નથી કરતી અને લોકોના ખાતામાંથી પ્રીમિયમ કપાવવાનું શરૂ રહે છે. આ કારણે તમારે સતત ફોલોઅપ લેવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news