ગ્રાહકો માટે ખુશખબરી! હવે એક ATM માંથી નીકળશે 3 બેંક એકાઉન્ટના રૂપિયા

ગ્રાહકો માટે ખુશખબરી! હવે એક ATM માંથી નીકળશે 3 બેંક એકાઉન્ટના રૂપિયા
  • પંજાબ નેશનલ બેંકના એડઓન કાર્ડ ફેસેલિટી અંતર્ગત એક બેંક એકાઉન્ટ પર ત્રણ ડેબિટ કાર્ડ લઈ શકાય છે
  • કાર્ડમાં માત્ર માતાપિતા, પતિ-પત્ની અથવા બાળકોને સામેલ કરાઈ શકાય છે. આ કાર્ડસની મદદથી મુખ્ય એકાઉન્ટથી રૂપિયા કાઢી શકાય છે 

ઝી મીડિયા/બ્યૂરો :પીએનબીના ગ્રાહકો (Punjab National Bank) માટે સારા સમાચાર આવ્યા છે. બેંક પોતાના ગ્રાહકો માટે વધુ એક સુવિધા લઈને આવી છે. દેશની તમામ બેંક પોતાના ગ્રાહકોને એક એકાઉન્ટ પર એક એટીએમ ડેબિટની સુવિધા આપે છે. કારણ કે, એક ડેબિટ કાર્ડ (ATM/Debit Card) એક બેંક સાથે જ લિંક હોય છે. પરંતુ હવે પંજાબ નેશનલ બેંક એક ડેબિટ કાર્ડથી ત્રણ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કાઢવાની સુવિધા આપી રહ્યું છે. એટલે કે, ગ્રાહકો એક કાર્ડથી ત્રણ બેંકના રૂપિયા કાઢવાનો ફાયદો મળશે.

જાણો શું છે આ ફેસેલિટી
પંજાબ નેશનલ બેંક (PNB) પોતાના ગ્રાહકો માટે એક વિશેષ સુવિધા લઈ આવ્યું છે. બેં પોતાના ગ્રાહકોને એડઓન કાર્ડ (Add On Card) અને એડઓન એકાઉન્ટ (Add On Account) નામથી બે સુવિધા આપી રહ્યું છે. એડઓન કાર્ડ ફેસેલિટી અંતર્ગત એક બેંક એકાઉન્ટ પર ત્રણ ડેબિટ કાર્ડ લઈ શકાય છે. તો એડઓન એકાઉન્ટ ફેસેલિટી અંતર્ગત એક ડેબિટ કાર્ડ (Debit Cards) થી ત્રણ એકાઉન્ટ લિંક કરાવી શકાય છે. એટલે હવે એક કાર્ડથી અનેક ફાયદા થઈ શકે છે. 

ફેસેલિટી કાર્ડ
પીએનબી તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, એડઓન કાર્ડ ફેસેલિટી અંતર્ગત ગ્રાહક પોતાના બેંક એકાઉન્ટ પર પોતાના માટે જાહેર થનાર ડેબિટ કાર્ડ ઉપરાંત અન્ય 2 એડઓન કાર્ડ લઈ શકે છે. પરંતુ ધ્યાન રહે કે તેમાં માત્ર માતાપિતા, પતિ-પત્ની અથવા બાળકોને સામેલ કરવામાં આવી શકે છે. આ કાર્ડસની મદદથી મુખ્ય એકાઉન્ટથી રૂપિયા કાઢી શકાય છે.  

ડેબિટ કાર્ડ
હકીકતમાં, પીએનબી અનુસાર, એક ડેબિટ કાર્ડથી ત્રણ બેંક એકાઉન્ટ લિંક કરાવવાની સુવિધા સિમિત છે. આ સુવિધા અંતર્ગત કાર્ડ જાહેર કરવાના સમયે જ એક કાર્ડ પર ત્રણ બેંક એકાઉન્ટ લિંક કરાવી શકાય છે. તેમાંથી એક મુખ્ય એકાઉન્ટ હશે, અને અન્ય બે એકાઉન્ટ હશે. આ ત્રણેય એકાઉન્ટમાંથી કોઈમાંથી પણ એક ડેબિટ કાર્ડના માધ્યમથી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.  

પીએનબીના એટીએમ પર જ આ સેવા ઉપલબ્ધ
ઉલ્લેખનીય છે કે, આ સુવિધા માત્ર પીએનબીના એટીએમ પર જ મળશે. આ અંતર્ગત બીજા કોઈ બેંકના એટીએમ ઉપયોગ કરવા પર મુખ્ય એકાઉન્ટથી જ ટ્રાન્ઝેક્શન થશે. આ અંતર્ગત બેંક એકાઉન્ટ પીએનબીના કોઈ પણ સીબીએસ બ્રાન્ચથી થઈ શકે છે. પરંતુ એકાઉન્ટ એક જ વ્યક્તિના નામ પર હોવુ જોઈએ. ત્યારે જ તમે આ સુવિધાનો લઈ શકો છો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news