Post Office Scheme: 5 લાખના રોકાણને ₹10,51,175 બનાવી દેશે આ સ્કીમ, કરવું પડશે આ કામ

જો તમે પણ સુરક્ષિત અને ગેરેન્ટેડ રોકાણવાળી સ્કીમ્સમાં ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરો છો તો પોસ્ટ ઓફિસમાં એવી તમામ સ્કીમ્સ છે જે તમને સારા વ્યાજદરનો ફાયદો આપી શકે છે. આ સ્કીમ તમારા પૈસા ડબલ પણ કરી શકે છે.
 

Post Office Scheme: 5 લાખના રોકાણને ₹10,51,175 બનાવી દેશે આ સ્કીમ, કરવું પડશે આ કામ

નવી દિલ્હીઃ Post Office Time Deposit: સામાન્ય રીતે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવા સમયે લોકો હંમેશા બેન્કમાં એફડી કરાવે છે. પકંતુ જો તમે લોન્ગ ટર્મ એફડી કરાવવા ઈચ્છો છો તો એકવાર પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો. પોસ્ટ ઓફિસ એફડી (Post Office FD)ને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (Post Office TD) ના નામથી ઓળખવામાં આવે છે. તમને અહીં 1, 2, 3 અને 5 વર્ષની એફડીના વિકલ્પ મળી જશે. બધા પર અલગ-અલગ વ્યાજદર આપવામાં આવે છે. 

પરંતુ 5 વર્ષની ટેક્સ ફ્રી એફડી પર પોસ્ટ ઓફિસ સારૂ વ્યાજ આપે છે. આ સ્કીમમાં જો તમે પૈસા રોકો તો થોડા વર્ષમાં તે ડબલ પણ થઈ શકે છે. આવો તમને જણાવીએ કે પોસ્ટ ઓફિસ એફડી પર વ્યાજ દર શું છે અને તમે તેના દ્વારા કઈ રીતે રકમ ડબલ કરી શકો છો.

આ છે પોસ્ટ ઓફિસ TD નો વ્યાજદર
એક વર્ષના ખાતા પર - વાર્ષિક 6.9% વ્યાજ
બે વર્ષના ખાતા પર - 7.0% વાર્ષિક વ્યાજ
ત્રણ વર્ષના ખાતા પર - 7.1% વાર્ષિક વ્યાજ
પાંચ વર્ષના ખાતા પર વ્યાજ - વાર્ષિક 7.5%

આ રીતે પૈસા થશે ડબલ
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ તમારી રોકાણની રકમને ડબલ પણ કરી શકે છે. પરંતુ તે માટે તમારે એક કામ કરવું પડશે. તમારે 5 લાખ રૂપિયાની એફડી, 5 વર્ષ માટે કરાવવી પડશે. પરંતુ પાંચ વર્ષ બાદ તમારે આ એફડીને બીજીવાર પાંચ વર્ષ માટે ફિક્સ કરાવી દેવાની છે. આ રીતે તમારી એફડીનું ટાઈમ ડ્યૂરેશન 10 વર્ષ થઈ જશે.

5 લાખના રોકાણ પર મળશે ₹10,51,175 
જ્યારે તમે 5 લાખની રકમને પોસ્ટ ઓફિસ એફડીમાં 5 વર્ષ માટે જમા કરશો તો પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ કેલકુલેટર (Post Office Time Deposit Calculator)પ્રમાણે 7.5 ટકાના વ્યાજદર પ્રમાણે 2,24,974 વ્યાજ તરીકે મળશે. એટલે કે પાંચ વર્ષમાં આ રકમ 7,24,974 થઈ જશે. પરંતુ જ્યારે તમે આ રકમને બીજીવાર પાંચ વર્ષ માટે ફિક્સ કરશો તો 7.5 ટકા વ્યાજ પ્રમાણે આ વખતે 3,26,201 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 7,24,974 + 3,26,201 ટોટલ કરવા પર કુલ રકમ 10,51,175 રૂપિયા થઈ જશે. આ રીતે તમને મેચ્યોરિટી પર 10,51,175 રૂપિયા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news