લાંબી માથાકુટ વગર ઇચ્છો છો સરકારી બેંક પાસેથી લોન? તો અપનાવો આ ઉપાય
ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારે જણાવ્યું છે કે ઇમાનદાર લોન લેનારાઓ માટે સાર્વજનિક ક્ષેત્રની બેંકો પાસેથી લોન લેવાનું સરળ બનશે
- ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારે માહિતી આપી કે બેંકો પાસેથી લોન લેવાનું બન્યું સરળ
- ઇમાનદાર લોકોને મળી જશે સરળતાથી લોન
- સરકારી બેંકો પાસેથી લોન લેવાનું થશે સરળ
Trending Photos
નવી દિલ્હી : ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી રાજીવ કુમારે માહિતી આપી છે કે હાલમાં કેટલાક સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. આ સુધારા અમલમાં આવી જાય એ પછી ઇમાનદાર લોકો માટે સરકારી બેંકો પાસેથી લોન લેવાનું સરળ બની જશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ અઠવાડિયામાં જ બેંકિંગ ક્ષેત્રોમાં અનેક સુધારાઓની જાહેરાત કરી હતી. સરકારે જણાવ્યું છે કે એ સાર્વજનિક ક્ષેત્રની 20 બેંકોમાં 31 માર્ચ પહેલાં 88,139 કરોડ રૂ.નું રોકાણ કરવામાં આવશે જેથી લોન આપવાની પ્રક્રિયાને વેગ મળે અને ઝડપી વૃદ્ધિ સાધી શકાય.
રાજીવ કુમારે જણાવ્યું છે કે, સરકાર તરફથી ઘોષિત કરવામાં આવેલી આ સુધાર પ્રક્રિયાનો એકમાત્ર ઉદ્દેશ્ય લોન લેનાર વ્યક્તિઓની ઇમાનદારીને પુરસ્કૃત કરવાનો તેમજ યોગ્ય ઇમાનદાર લોન લેવા માગતી વ્યક્તિઓ માટે લોન લેવાની આખી પ્રક્રિયા વધારે સરળ અને બાધારહિત બનાવવાની છે.
સરકારી બેંકો પાસેથી લઈ શકાશે સરળ
હાલમાં રાજીવ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આખા દેશમાં 5 કિલોમીટરના વિસ્તારની અંદર મોબાઇલ એપના માધ્યમથી બેંક ગોતો અને સંપર્ક કરો. તેમનું કહેવું છે કે હાલના સુધારાઓ પછી લોન લેવા માગતી ઇમાનદાર વ્યક્તિઓ માટે સરકારી બેંકોમાંથી લોન લેવાનું સરળ બની જશે.
ઇનપુટ : ભાષા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે