RBI એ સ્ટેટ બેંકને ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારના ભારતીય સ્ટેટ બેંક (SBI) ને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે સ્ટેટ બેંકને આ દંડ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા બદલે ફટકાર્યો છે

RBI એ સ્ટેટ બેંકને ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?

RBI slaps fine on SBI: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારના ભારતીય સ્ટેટ બેંક (SBI) ને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે સ્ટેટ બેંકને આ દંડ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા બદલે ફટકાર્યો છે.

RBI એ કહ્યું કે, 18 ઓક્ટોબર 2021 ના SBI પર ભારતીય રિઝર્વ બેંક (વ્યાપારી બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા છેતરપિંડી વર્ગીકરણ અને રિપોર્ટિંગ) એ 2016 ની સૂચનાઓનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. RBI એ આ દંડ તેમના બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 45(4)(i) અને 51(1) ની સાથે સેક્શન 47A (1)(c) અંતર્ગત તેની સત્તાનો ઉપયોગ કરીને આ દંડ ફટકાર્યો છે.

બેંકના ગ્રાહકો પર નહીં થાય કોઈ અસર
RBI એ કહ્યું કે આ કાર્યવાહી રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પર આધારિત છે. બેંક દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર સાથે તેનો કોઈ સંબંધ નથી.

ખાતાની ચકાસણીમાં સામે આવ્યો મામલો
RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક ખાતાની ચકાસણી દરમિયાન આ અનિયમિતતા જાણવા મળી હતી, જેના સંદર્ભમાં સેન્ટ્રલ બેંકે SBI ને નોટિસ પણ આપી હતી. તેમાં સ્ટેટ બેંકને પૂછવામાં આવ્યું કે નિયમોની આ ઉપેક્ષા માટે તેને દંડ કેમ ન કરવો જોઇએ.

વ્યક્તિગત સુનાવણી અને નોટિસ પર બેંકના જવાબ પછી, RBI એ નિર્ણય લીધો કે જો સેન્ટ્રલ બેંકના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપોની પુષ્ટિ થાય તો SBI પર નાણાકીય દંડ ફટકારવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news