RBI ટૂંક સમયમાં બહાર પાડશે 100 રૂપિયાની નવી નોટ, આ હશે ખાસિયતો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફાર સાથે લોન્ચ કરશે. નવી નોટમાં RBI ના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટોની ડિઝાઇન બધા મામલે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 રૂપિયાની નોટોની સમાન હશે.

RBI ટૂંક સમયમાં બહાર પાડશે 100 રૂપિયાની નવી નોટ, આ હશે ખાસિયતો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફાર સાથે લોન્ચ કરશે. નવી નોટમાં RBI ના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટોની ડિઝાઇન બધા મામલે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 રૂપિયાની નોટોની સમાન હશે. નવી નોટ જાંબલી રંગની જ હશે. ટૂંક સમયમાં જાંબલી રંગની 100 રૂપિયાની નોટ એટીએમમાં પણ મળવાનું શરૂ થઇ જશે. તેમાં એક ખાસ ફિચરને સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ મોટાભાગે નવી નોટ આવતાં તેની ફીચર ઇમેજ નોટ તૈયાર કરી લેવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે જાણી લો કે અસલી-નકલીમાં શું ફરક હોય છે. 

શું હશે નોટની ખાસિયત

  • આ નોટ (જાંબલી રંગ)ની સાઇઝ જૂની 100 રૂપિયાની નોટ જેટલી જ હશે
  • આ નોટ પણ ગાંધી સીરીઝની જ નોટ હશે
  • તેની ડિઝાઇન પણ બિલકુલ હાલની નોટની માફક હશે
  • નવા ફીચર અને નવા આરબીઆઇ ગર્વનરની સહીવાળી નોટ હશે
  • અત્યારે 100 રૂપિયાની નોટની સરેરાશ ઉંમર અઢીથી ત્રણ વર્ષની છે
  • નવી નોટની ઉંમર 7 વર્ષની હશે
  • હાલ 100 રૂપિયાની નોટ 1000 છાપવામાં 1570 રૂપિયાનો ખર્ચ થાય છે
  • નવી નોટના છાપકામમાં 20 ટકા વધુ ખર્ચ આવશે
  • નોટને વારંવાર વાળતાં ફાટવાનો ખતરો પણ 20 ટકા ઓછો થઇ જશે

શું છે અસલી 100 રૂપિયાની નવી નોટની ઓળખ

  • RBIના અનુસાર 100 રૂપિયાની નવી નોટની ફ્રંટમાં દેવનાગરીમાં 100 લખેલું જોવા મળશે. નોટની મધ્યમાં મહાત્મા ગાંધીનો ફોટો છે. નાના અક્ષરોમાં 'RBI', 'ભારત', 'India' અને '100' લખેલું છે.
  • મૂલ્ય વર્ગ અંક 100 ની સાથે આર-પાર મેચ થાય છે. મૂલ્ય વર્ગ અંક 100 ની સાથે લેટેંટ ચિત્ર પણ ઉપલબ્ધ છે. સુરક્ષાની દ્વષ્ટિએ સિક્યોરિટી થ્રેડ પણ લગાવવામાં આવ્યા છે.
  • તેમાં કલર શિફ્ટ પણ તમને જોવા મળશે. જ્યારે તમે નોટને વાળશો, તો થ્રેડનો રંગ લીલામાંથી વાદળી થઇ જશે.
  • મહાત્મા ગાંધીનું ચિત્ર જમણી તરફ ગેરેન્ટી ખંડ, વચન ખંડ સહિત ગર્વનરની સહી અને ભારતીય રિઝર્વ બેંકનું પ્રતિક છે.
  • જમણી તરફ અશોક સ્તંભનું પ્રતીક જોવા મળશે. મહાત્મા ગાંધીનું ચિત્ર અને ઇલેક્ટ્રોટાઇપ (100) વોટરમાર્કમાં જોવા મળશે.
  • સંખ્યા પેનલ પણ દર્શાવવામાં આવી છે. તેમાં ઉપર ડાબી અને નીચે જમણી અને નાનાથી મોટા આકારમાં અંક છે.
  • અંધ લોકો માટે તેમાં ઇંટૈલિયો અથવા ઉપસેલી છાપમાં મહાત્મા ગાંધીનું ચિત્ર, અશોક સ્તંભનું પ્રતીક, ઉપેલ ત્રિકોણીય ઓળખ ચિહ્ન માઇક્રો ટેકસ્ટ 100ની સાથે, ચાર કોણીય બ્લીડ રેખાઓ પણ છે.
  • નોટની પાછળ ડાબી તરફ મુદ્વણ વર્ષ, સ્લોગન સહિત સ્વચ્છ ભારતનો લોગો, ભાષા પેનલ, 'રાણીની વાવ'નું ચરિત્ર જોવા મળશે. 
  • જો તમે 100 રૂપિયાના આબધા ફીચરને યાદ રાખશો નહી, તો તમારી સામે ઓનલાઇન તેના ફીચર ચેક કરવાનો વિકલ્પ પણ છે. RBI એક વેબસાઇટ 'paisaboltahai.rbi.org.in' શરૂ કરી છે. અહીં તમે એકદમ સરળતાથી નોટોના ફીચર જાણી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news