2018માં સસ્તા મકાનોએ ધૂમ મચાવી, વેચાણમાં થયો 25%નો વધારો
Trending Photos
દેશના 9 મુખ્ય શહેરોમાં 25 ટકા વધીને 3.1 લાખ એકમ પર પહોંચી ગઇ છે. પ્રોપટાઇગર.કોમના એક રિપોર્ટ અનુસાર વિશેષ રૂપી સસ્તા મકાનોની માંગ વધતાં ઘરોના વેચાણમાં વધારો થયો છે. પ્રોટાઇગરે નવ શહેરો મુંબઇ, પૂણે, નોઇડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઇ, હૈદ્વાબાદ, કલકત્તા અને અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું અવલોકન કર્યું છે.
એટલા માટે ઘરોના વેચાણમાં આવ્યો ઘટાડો
રેસિડેંશિયલ માર્કેટ પર પોતાના વાર્ષિક લેખાજોખામાં પ્રોપટાઇગરે કહ્યું કે ગત વર્ષે નોટબંધીના પ્રભાવના લીધે ઘરોના વેચાણ પર અસર પડી હતી. આ ઉપરાંત મે 2017થી લાગૂ થયેલા રેરા (RERA) કાયદા તથા જીએસટીના લીધે પણ ગત વર્ષે ઘરોનું વેચાણ ઘટ્યું હતું. રિયલ્ટી પોર્ટલે કહ્યું કે 2018માં નવા ઘરોની આપૂર્તિ તેના ગત વર્ષની તુલનામાં 22 ટકા ઘટીને 1.9 લાખ એકમ રહી ગઇ છે.
RERA ની અસર
નવા રિયલ એસ્ટેટ કાયદા રેરાની જોગવાઇના કડક અમલીકરણના લીધે બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં સાવધાની વર્તી. આ ઉપરાંત કેશની અછત તથા પહેલાં બનેલા મકાન ન વેચાતા નવા પ્રોજેક્ટ આગળ વધી શક્યા નહી.
નોઇડામાં ડેવલોપર્સે ઘટાડી કિંમતો
આંકડા અનુસાર 2018માં મુંબઇ મહાનગર ક્ષેત્ર (MMR)માં ઘરોના વેચાણ 34 ટકા વધીને એક લાખ એકમથી વધુ રહી છે. પૂણેમાં વેચાણમાં ગત વર્ષની તુલનામાં 47 ટકાનો વધારો થયો. દક્ષિણના રાજ્યોમાં પણ ઘરોના વેચાણ વધ્યા છે. ઉત્તરમાં નોઇડામાં વેચાણ વધ્યું છે. તેના લીધે નોઇડામાં વધુ ડેવલોપર્સના ભાવમાં ઘટાડો કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે