Jio Financial Listing Date: એક્સચેન્જ પર 21 ઓગસ્ટે લિસ્ટ થશે શેર, ઈન્વેસ્ટરોને મળશે આ ફાયદો

Jio Financial Services Listing Date: જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝનો શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થવાની રાહ જોઈ રહેલા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માહિતી આપી છે કે જિયો ફાઈનાન્શિયલનો શેર 21 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટેડ થશે. 
 

Jio Financial Listing Date: એક્સચેન્જ પર 21 ઓગસ્ટે લિસ્ટ થશે શેર, ઈન્વેસ્ટરોને મળશે આ ફાયદો

નવી દિલ્હીઃ Jio Financial Services Listing Date:મુકેશ અંબાણીની નવી કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝ (જેએફએસએલ) ના લિસ્ટિંગની રાહ જોઈ રહેલા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. આ કંપનીનું 21 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટિંગ થશે. ત્યારબાદ ઈન્વેસ્ટર સામાન્ય ટ્રેડિંગની જેમ શેરનું ખરીદ, વેચાણ કે હોલ્ડ કરી શકશે. 

તમને જણઆવી દઈએ કે પાછલા વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના ફાઈનાન્શિયલ સર્વિસ બિઝનેસને ડી-મર્જર પ્રક્રિયા હેઠળ અલગ કરવાની જાહેરાત કરી હતી. આ અલગ એકમનું નામ બદલી જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝ કરી દેવામાં આવ્યું છે. ડી-મર્જરની સાથે જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝ આ સેક્ટરની ભારતની પાંચમી સૌથી મોટી કંપની બની ગઈ છે. 

21 અબજ ડોલરનું વેલ્યુએશનઃ 20 જુલાઈએ ડી-મર્જરની રેકોર્ડ ડેટે જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝનું બજાર મૂલ્ય આશરે 21 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝના શેરનું મૂલ્ય 261.85 રૂપિયાના આધાર પર આ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝ લિસ્ટેડ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેર બજારમાં પોતાના નાણાકીય સેવા એકમ વગર કારોબાર કરશે. 

ઈન્વેસ્ટરોને શું મળ્યુંઃ ડી-મર્જર વ્યવસ્થા હેઠળ રિલાયન્સના શેર ધારકોને જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝનો એક વધારાનો શેર મળ્યો છે. માની લો કે તમારી પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર છે તો તમારા ડીમેટ એકાઉન્ટમાં ઓટોમેટિક જિયો ફાઈનાન્શિયલનો એક શેર આવી ગયો હશે. 

RIL એ જણાવ્યું કે શેર 21 ઓગસ્ટે એક્સચેન્જ પર લિસ્ટ થશે. આ સમાચાર બાદ રિલાયન્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. બીએસઈ પર રિલાયન્સના શેર 1.5 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news