પેટ્રોલનો અસલ ભાવ તો 34 રૂપિયા પ્રતિ લીટર, પણ કેમ બમણા ભાવે વેચાય છે? જાણીને ચોંકી જશો

શું તમે જાણો છો કે દિલ્હીમાં ટેક્સ અને ડીલર્સના કમિશન વગર પેટ્રોલની કિંમત જોવા જઈએ તો માત્ર 34.04 રૂપિયા પ્રતિ લીટર આવે છે. સરકારે સંસદમાં આ અંગે ખુલાસો કર્યો છે. સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.34 રૂપિયાનું પેટ્રોલ આખરે 71 રૂપિયામાં કેવી રીતે વેચાય છે તે અંગે સરકારે વિસ્તૃતમાં જવાબ આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં 96.9 ટકા અને ડીઝલમાં 60.30 ટકા ભાગીદારી ટેક્સ અને ડીલર્સ કમિશનની હોય છે. 

પેટ્રોલનો અસલ ભાવ તો 34 રૂપિયા પ્રતિ લીટર, પણ કેમ બમણા ભાવે વેચાય છે? જાણીને ચોંકી જશો

નવી દિલ્હી: શું તમે જાણો છો કે દિલ્હીમાં ટેક્સ અને ડીલર્સના કમિશન વગર પેટ્રોલની કિંમત જોવા જઈએ તો માત્ર 34.04 રૂપિયા પ્રતિ લીટર આવે છે. સરકારે સંસદમાં આ અંગે ખુલાસો કર્યો છે. સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.34 રૂપિયાનું પેટ્રોલ આખરે 71 રૂપિયામાં કેવી રીતે વેચાય છે તે અંગે સરકારે વિસ્તૃતમાં જવાબ આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં 96.9 ટકા અને ડીઝલમાં 60.30 ટકા ભાગીદારી ટેક્સ અને ડીલર્સ કમિશનની હોય છે. 

આ રીતે પેટ્રોલ અને ડીઝલ પર વસુલાય છે ટેક્સ
નાણા રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લાએ 19 ડિેસેમ્બરના પેટ્રોલ અને ડીઝલના ભાવનું ઉદાહરણ રજુ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે 19 ડિસેમ્બરના રોજ પેટ્રોલનો પ્રતિ લીટર ભાગ 70.63 રૂપિયા હતો. જેમાં પ્રતિ લીટર 17.98 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી, 15.02 રૂપિયા રાજ્યનો વેટ, અને 3.59 રૂપિયા ડીલર્સનું કમિશન સામેલ છે. આ રીતે જોવા જઈએ તો એક્સાઈઝ ડ્યૂટી, વેટ અને ડીલરનું કમિશન 36 રૂપિયા જેટલું થઈ જાય છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 34.04 રૂપિયા જ છે. સ્પષ્ટ છે કે પેટ્રોલ કરતા વધુ કિંમત તો ગ્રાહકો ટેક્સ તરીકે ચૂકવી રહ્યાં છે. 

આ રીતે 19 ડિસેમ્બરના રોજ ડીઝલનો ભાવ 64.54 રૂપિયા પ્રતિ લીટર હતો. જેમાં 13.83 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી, 9.51 રૂપિયા રાજ્યનો વેટ અને 2.53 રૂપિયા ડીલરનું કમિશન સામેલ છે. અસલમાં ડીઝલનો વાસ્તવિક ઉત્પાદન ખ્ચ 39.67 રૂપિયા પ્રતિ લીટર છે. પરંતુ એક્સાઈઝ ડ્યૂટી, વેટ  અને ડીલરના કમિશનના કારણે તેનો ભાવ પ્રતિ લીટર 65.54 રૂપિયા પહોંચી ગયો. 

એક અન્ય સવાલના જવાબમાં મંત્રીજીએ કહ્યું કે કેન્દ્રએ ગત નાણાકીય વર્ષ દરમિયાન એક્સાઈઝ ડ્યૂટીના માધ્યમથી પેટ્રોલ પર 73,516.8 કરોડ રૂપિયા અને ડીઝલ પર 1.50 લાખ કરોડ રૂપિયાની મહેસૂલ મેળવી. સરકારે એ પણ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશ: 25,318.10 કરોડ રૂપિયા અને ડીઝલ પર 46,548.8 કરોડ રૂપિયાનો સંગ્રહ થયો. ઓક્ટોબરમાં પેટ્રોલ-ડીઝલના ભાવો પર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂક્યો હતો જેના કારણે કેન્દ્ર સરકારને અંદાજે 7000 કરોડ રૂપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news