આરબીઆઈ પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગવાના સવાલ પર સરકારે કરી સ્પષ્ટતા

નાણા મંત્રાલયમાં આર્થિક વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટમાં કહ્યું, મીડિયામાં ચાલી રહેલા ખોટી જાણકારીવાળી તમામ અટકળો ચાલું છે. સરકારનો રાજકીય હિસાબ-કિતાબ યોગ્ય ચાલી રહ્યો છે. 
 

 આરબીઆઈ પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માંગવાના સવાલ પર સરકારે કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ સરકારે શુક્રવારે કહ્યું કે, તે ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયાની કોઈ રકમની માંગ કરી રહી નથી. પરંતુ તે માત્ર કેન્દ્રીય બેન્કની આર્થિક વ્યવસ્થા નક્કી કરવા વિશે ચર્ચા કરી રહી છે. નાણા મંત્રાલયમાં આર્થિક વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટ કરીને કહ્યું, મીડિયામાં ખોટી જાણકારી સાથે તમામ અટકળબાજી ચાલું છે. સરકારનો રાજકોષીય હિસાબ બરાબર યોગ્ય ચાલી રહ્યો છે. અટકળબાજીથી વિરુદ્ધ સરકારનો આરબીઆઈ પાસેથી 3.6 કે એક લાખ કરોડ રૂપિયા માંગવાનો કોઈ પ્રસ્તાવ નથી. 

ગર્ગે કહ્યું કે, આ સમયે માત્ર એક પ્રસ્તાવ પર જ ચર્ચા ચાલી રહી છે અને તે રિઝર્વ બેન્કની આર્થિક મૂળીની વ્યવસ્થા નક્કી કરવાની ચર્ચા છે. આર્થિક મામલાના સચિવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચાલું નાણાકિય વર્ષમાં રાજકોષીય ખાધને ગ્રોસ હોમ પ્રોડક્ટ્સના 3.3 ટકા સુધી સીમિત રાખવાના બજેટમાં નક્કી કરેલા લક્ષ્યની અંદર રાખવામાં સફળ રહેશે. ગર્ગે કહ્યું કે, સરકારનો રાજકોષીય હિસાબ યોગ્ય રીતે ચાલી રહ્યો છે. 

— ANI (@ANI) November 9, 2018

તેમણે કહ્યું, વર્ષ 2013/14માં સરકારની રાજકોષીય ખાધ જીડીપીના 5.1 ટકા બરાબર હતી. ત્યારથી સરકાર તેમાં સતત ઘટાડો કરતી રહી છે. અમે નાણાકિય વર્ષ 2018/19ના અંતમાં રાજકોષીય ખાધને 3.3 ટકા સુધી સીમિત કરી દઈશું. તેમણે રાજકોષીય લક્ષ્યોને લઈને અટકળોને નકારતા કહ્યું, સરકારે બજેટમાં આ વર્ષે બજારમાંથી કર્જ લેવાનું જે અનુમાન રાખ્યું હતું તેમાં 70000 કરોડ રૂપિયાની કમી સ્વયં જ ઓછી કરી દીધી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news