1 વર્ષમાં આપ્યું 2303 ટકા રિટર્ન, હવે ઈન્વેસ્ટરોને કંપની આપશે બોનસ શેર

SG Mart Share: આ કંપની તે મલ્ટીબેગર સ્ટોકમાં સામેલ છે, જેણે પાંચ વર્ષમાં 9819 ટકાનું રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા 9 જાન્યુઆરી 2023ના એસજી માર્ટના શેરની કિંમત લગભગ 437 રૂપિયા હતી. 
 

1 વર્ષમાં આપ્યું 2303 ટકા રિટર્ન, હવે ઈન્વેસ્ટરોને કંપની આપશે બોનસ શેર

Bonus shares, Stock Split: એસજી માર્ટનો સ્ટોક છેલ્લા એક વર્ષમાં 2303 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપી પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી ચુક્યો છે. આ સ્ટોક તે મલ્ટીબેગર સ્ટોકમાંથી એક છે, જેણે 5 વર્ષમાં 9819 ટકાનું રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા 9 જાન્યુઆરી 2023ના એસજી માર્ટ શેરની કિંમત લગભગ 437 રૂપિયા હતી અને આજે વધીને 10505 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગઈ છે. 

પોતાના લોન્ગ ટર્મ ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યા બાદ મલ્ટીબેગર સ્ટોક પોતાના કેપિટલનો ઉપયોગ કરી શેરધારકોને ભેટ આપવા જઈ રહ્યો છે. સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર વિશે આગળ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા જાણીએ કે આ સ્ટોકે ઈન્વેસ્ટરોને કેટલું રિટર્ન આપ્યું છે.

છેલ્લા એક મહિનામાં એસજી માર્ટના શેરની કિંમત 38 ટકા વધી છે, જ્યારે છેલ્લા છ મહિનામાં લગભગ 365 ટકા વધી છે. આ રીતે એક વર્ષમાં લગભગ 230003 ટકા વધારો થયો છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક લગભગ 1065.90થી 10505 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ સમયમાં 9819 ટકાથી વધુની તેજી જોવા મળી છે.

કંપનીએ ભારતીય શેર બજારને સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર જારી કરવા પર વિચાર કરવા અને મંજૂરી આપવાના પ્રસ્તાવની જાણકારી આપી છે. કંપની બોર્ડે આજે 2024ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ પર ચર્ચા કરતા સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેરની જાહેરાત કરી શકે છે. 

મલ્ટીબેગર કંપનીએ કહ્યું- સોમવારે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાશે. તેમાં 10 રૂપિયા ફેસ વેલ્યૂવાળા કંપનીના ઈક્વિટી શેરને બોર્ડ દ્વારા નિર્ધારિત રીતે સ્પ્લિટ અને શેરધારકોને બોનસ શેર આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news