બજારમાં તેજીનો સિલસિલો યથાવત, સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતી સાથે ખૂલ્યું માર્કેટ

રવિવારે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએ સરકારની વાપસીના સંકેત આવ્યા બાદ સોમવારે બજારમાં શરૂ થયેલી તેજીનો સિલસિલો મંગળવારે પણ યથાવત રહ્યો. કારોબારી સત્રના બીજા દિવસે મંગળવારે પણ શેર બજાર તેજી સાથે ખુલ્યું. બીએસઇની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ 103.98 પોઇન્ટ (0.26%)ની તેજી સાથે 39,456.65 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 60 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 35.40ની તેજી સાથે 11,863.65 પર ખુલ્યો. 
બજારમાં તેજીનો સિલસિલો યથાવત, સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતી સાથે ખૂલ્યું માર્કેટ

નવી દિલ્હી: રવિવારે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએ સરકારની વાપસીના સંકેત આવ્યા બાદ સોમવારે બજારમાં શરૂ થયેલી તેજીનો સિલસિલો મંગળવારે પણ યથાવત રહ્યો. કારોબારી સત્રના બીજા દિવસે મંગળવારે પણ શેર બજાર તેજી સાથે ખુલ્યું. બીએસઇની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ 103.98 પોઇન્ટ (0.26%)ની તેજી સાથે 39,456.65 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 60 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 35.40ની તેજી સાથે 11,863.65 પર ખુલ્યો. 

સોમવારે સેન્સેક્સમાં 14,22 પોઇન્ટનો મોટો ઉછાળો નોધાયો હતો, જે પોઇન્ટ મુજબ એક દાયદામાં સૌથી મોટી અને અત્યાર સુધીની બીજી સૌથી મોટી બઢત છે. સેન્સેક્સ 39,353 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી પણ 421 પોઇન્ટની બઢત સાથે રેકોર્ડ 11,828 સ્તર પર બંધ થયો.

શરૂઆતી બિઝનેસમાં બીએસઇ પર 18 કંપનીઓના શેર ગ્રીન નિશાન પર તો 13 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા. જ્યારે એનએસઇ પર 37 કંપનીઓના શેરમાં લેવાવલી, 11 કંપનીઓના શેરોમાં વેચાવલી, જ્યારે બે કંપનીના શેરોમાં બિઝનેસ થઇ રહ્યો ન હતો. સવારે 9.17 વાગે સેન્સેક્સ 163.93 પોઇન્ટ (0.42%)ની તેજી સાથે 39,516.60 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 28.85 પોઇન્ટ (0.24%) ની તેજી સાથે 11,857.10 સાથે કારોબાર કરી રહ્યો હતો.  

આ શેરોમાં રહે તેજી
બીએસઇ પર એચડીએફસીના શેરોમાં સૌથી વધુ 2.73 ટકા, હિંદુસ્તાન લીવરમાં 1.35 ટકા, બજાજ ફાઇનાન્સમાં 1.20 તકા, ઇંડસઇંડ બેંકમાં 1.14 ટકા અને વેદાંતા લિમિટેડના શેરમાં 1.05 ટકાની તેજી નોંધાઇ હતી. એનએસઇ પર અદાણી પોટ્સના શેરમાં સૌથી વધુ 10.99 ટકા, ઇંડીયા બુલ હાઉસિંગ ફાઇનાન્સમાં 10.62 ટકા, ઇંડસઇંડ બેંકમાં 8.77 ટકા, એસબીઆઇમાં 9.32 ટકા અને ટાટા મોટર્સના શેરમાં 7.15 ટકા તેજી જોવા મળી. 

આ શેરોમાં જોવા મળ્યો ઘટાડો
બીએસઇ પર ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ 3.18 ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં 2.36 ટકા, આ બેંકમાં 1.11 ટકા, ટાટા સ્ટીલમાં 0.78 ટકા અને ઇન્ફોસિસના શેરમાં 0.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો. એનએસઇ પર ડો.રેડ્ડીના શેરમાં સૌથી વધુ 5.50 ટકા, ઝી લિમિટેડમાં 3 ટકા, બજાજ ઓટોમાં 0.82 ટકા, ટેક મહિંદ્વામાં 0.76 ટકા અને ઇન્ફોસિસના શેરમાં 0.36 ટકાનો ઘટાડો નોંધાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news