આ 5 સસ્તા સ્ટોકમાં આવ્યું તોફાન, 20% ટકા સુધી શેરના ભાવમાં આવ્યો ઉછાળો

સ્મોલકેમ કંપનીઓ કિર્લોસ્કર ફેરસ ઈન્ડસ્ટ્રીઝ, મોયલ, કાયન્સ ટેક્નોલોજી, કિરી ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન હ્યયૂમ પાઇપના શેરમાં શુક્રવારે 20 ટકા સુધીની તેજી જોવા મળી છે. 

આ 5 સસ્તા સ્ટોકમાં આવ્યું તોફાન,  20% ટકા સુધી શેરના ભાવમાં આવ્યો ઉછાળો

નવી દિલ્હીઃ 5 સ્મોલકેપ કંપનીઓના શેરમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી છે. સ્મોલકેપ કંપની કિર્લોસ્કર, ફેરસ ઈન્ડસ્ટ્રીઝ, મોયલ લિમિટેડ (MOIL Limited), કાયન્સ ટેક્નોલોજી, કિરી ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન હ્યુમ પાઇવ કંપની લિમિટેડના શેરમાં 20 ટકા સુધીની તેજી આવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સ્મોલકેપ ઈન્ડેક્સમાં શુક્રવારે 1.40 ટકાની તેજી આવી છે. કિર્લોસ્કર ફેરસ ઈન્ડસ્ટ્રીઝ, મોયલ અને ઈન્ડિયન હ્યૂમ પાઇપ કંપનીના સ્ટોકે શુક્રવારે 52 સપ્તાહનો પોતાનો નવો હાઈ બનાવ્યો છે. 

કિર્લોસ્કર ફેરસ અને મોયલમાં શેરમાં લાગી અપર સર્કિટ
કિર્લોસ્કર ફેરસ ઈન્ડસ્ટ્રીઝ અને મોયલ લિમિટેડ (MOIL Limited) શેર શુક્રવારે અપર સર્કિટ પર રહ્યાં. બંને કંપનીઓના શેર પર 20 ટકાની અપર સર્કિટ લાગી. કિર્લોસ્કર ફેરસ ઈન્ડસ્ટ્રીઝના શેર 20 ટકાની તેજી સાથે 725.25 રૂપિયા પર બંધ થયા. કંપનીના શેર ગુરૂવારે 604.40 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના સ્ટોકે શુક્રવારે 52 સપ્તાહનો નવો હાઈ બનાવ્યો છે. તો મોયલ લિમિટેડના શેર પણ શુક્રવારે 20 ટકાની તેજીની સાથે 524.60 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના સ્ટોકે પણ 52 સપ્તાહનો પોતાનો નવો હાઈ બનાવ્યો છે.

કાયન્સ, કિરી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં જોરદાર તેજી
કાયન્સ ટેક્નોલોજી, કિરી ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન હ્યૂમ પાઇપ કંપની લિમિટેડના સ્ટોકમાં પણ શુક્રવારે સારી તેજી આવી છે. કાયન્સ ટેક્નોલોજીના શેર 19.98 ટકાની તેજીની સાથે 3090.45 રૂપિયા પર બંધ થયા છે. ઈન્ડિયન હ્યૂમ પાઇપ કંપની લિમિટેડના શેર શુક્રવાર 17 મેએ 17.61 ટકાની તેજીની સાથે 322.30 રૂપિયા પર બંધ થયા છે. દિવસના કારોબાર દરમિયાન કંપનીના સ્ટોકે 328.85 રૂપિયાના લેવલને ટચ કર્યો અને 52 સપ્તાહનો નવો હાઈ બનાવ્યો. ઈન્ડિયન હ્યૂમ પાઇપ કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું લો લેવલ 134.15 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news