પટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સહયોગ કરશે સ્પેનની કંપની

પટનાને સ્માર્ટ બનાવવાનો પ્રોજેક્ટ સ્પેનની કંપનીને મળ્યો

પટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સહયોગ કરશે સ્પેનની કંપની

પટના : કેન્દ્ર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ પટના શહેરને સ્માર્ટ સિટી સ્વરૂપે વિકસિત કરવા માટે સ્પેનની એક કંપનીની મદદ લેવામાં આવશે. પટના શહેરનાં કમિશ્નર આનંદ કિશારે બુધવારે જણાવ્યું કે, પટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ( PMC) માટે ગ્લોબલ ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં દેશ વિદેશની ઘણી કંપનીઓએ ભાગ લીધો હતો.

જેમાં ટેક્નીકલ સ્વરૂપે કુલ પાંચ અલગ અલગ કંપનીઓની પસંદગી થઇ હતી. જેની અરજીની તુલનાઓ કર્યા બાદ લઘુત્તમ દરનાં આધારે પાંચ કંપનીઓ પસંદ થઇ હતી. જેમાંથી સ્પેનની કંપની એપટિસા સર્વિસિયોસ ડે એન્જીનિયરિંયા એસએલને મંગળવારે પટના સ્માર્ટસિટી પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. 

આ કંપનીનાં માધ્યમથી પટના સ્માર્ટ સિટી યોજનાને કાર્યાન્વીત કરવામાં આવશે. જેનાં માટે 43 અલગ અલગ નિષ્ણાંતોની નિયુક્તિ કરવામાં આવશે. એપટિસા સર્વિસિયોસનાં ગ્લોબલ ચીફ જોસ ઇગનાસિયો સોરિયાનો ડિસેમ્બર મહિનાનાં પહેલા અઠવાડીયામાં પટના પ્રમંડલનાં કમિશ્નર સહ પટના સ્માર્ટ સિટી લિમિટેડનાં અધ્યક્ષ આનંદ કિશોર સાથે મુલાકાત કરશે. આનંદે જણાવ્યું કે, મુલાતા અને ચર્ચા ઉપરાંત ઉક્ત કંપની પોતાનું પ્રેઝન્ટેશન પણ રજુ કરશે. પટના સ્માર્ટ સિટી યોજનાનાં બે કંપોન્ન્ટ એરિયા બેઝ ડેવલપમેન્ટ અને પેન સિટી સોલ્યુશન્સ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news