સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર

સુરતમાં સ્પાઇસ જેટ (spice jet) દ્વારા સુરત કોલકાત્તાની ફ્લાઇટનું 24 ડિસેમ્બરથી બુકિંગ બંધ કરાયું છે. તો સાથે જ સુરત (surat) થી હૈદરાબાદની ફ્લાઇટનું પણ 21 ડિસેમ્બરથી બુકિંગ બંધ કર્યું છે. ત્યારે હવે મુસાફરોને તેની મોટી અસર પડી શકે છે. 
સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર

ચેતન પટેલ/સુરત :સુરતમાં સ્પાઇસ જેટ (spice jet) દ્વારા સુરત કોલકાત્તાની ફ્લાઇટનું 24 ડિસેમ્બરથી બુકિંગ બંધ કરાયું છે. તો સાથે જ સુરત (surat) થી હૈદરાબાદની ફ્લાઇટનું પણ 21 ડિસેમ્બરથી બુકિંગ બંધ કર્યું છે. ત્યારે હવે મુસાફરોને તેની મોટી અસર પડી શકે છે. 

90 થી 100 ટકા સુધી આ ફલાઇટ નું  પરફોર્મન્સ
સુરત કોલકતા સ્પાઈસ જેટ ની સૌથી સફળ ફલાઇટ હતી. આ ફ્લાઈટનું પરફોમન્સ 90 થી 100 ટકા સુધીનું રહ્યું છે. ત્યારે હવે આ ફ્લાઇટનું બુકિંગ બંધ કરી દેતા મુસાફરોને આંચકો લાગ્યો છે. સ્પાઈસ જેટે મુસાફરોને આ સમાચાર આપતા મુસાફરો નિરાશ થયા છે. સાથે જ હૈદરાબાદ ફલાઇટનું બુકિંગ પણ બંધ કરી દીધું છે. આ બાબતે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સ્પાઈસ જેટના ઉચ્ચ અધિકારીઓને આ ફલાઇટ ફરી શરૂ કરવા રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો : વડોદરામાં લવ જેહાદ : 23 વર્ષની બ્રાહ્મણ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવાયા

સુરતના ટ્રાવેલ પેસેન્જર માટે ખૂબ કપરું
સુરતમાં ડાયમંડ, ટેક્સટાઈલ તથા હજીરા અને સચીન જેવા ઈન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યા હોવાથી અહી મોટી સંખ્યામાં બહારથી મુસાફરો આવતા હોય છે. ત્યારે ધંધાર્થી કામે આવતા લોકોને મોટી અસર પહોંચશે. સુરતથી નોર્થ ઈસ્ટને જોડતી કોલકાત્તાની ફ્લાઇટ ખૂબ જ જરૂરી છે. હાલ રેલવે પણ રેગ્યુલર કોઈ ટ્રેન ચલાવી નથી રહી. ત્યારે એરલાઈન પર જ મુસાફરીનો મોટો મદાર છે. આવામાં જો ફ્લાઈટ પણ બંધ કરી દેવામાં આવે તો મુસાફરોને હાલાકી પડી શકે છે. 

આવા સંજોગોમાં હાલ ફ્લાઇટનું બંધ થવું સુરતના ટ્રાવેલ પેસેન્જર માટે ખૂબ કપરું છે. સતત અવરજવર કરનારા લોકોને હવે ફરીથી ટ્રેનો પર આધાર રાખવો પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news