Stock Market Closing: 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસ બંધ, M&M સહિત આ શેરોએ મચાવી ધમાલ

Stock Market Closing: વૈશ્વિક બજારમાંથી મળેલા પોઝિટિવ સંકેતોને પગલે આજે બજાર વધારા સાથે ખુલ્યું. દિવસભર તેજી જોવા મળી અને લીલા નિશાન સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા. 

Stock Market Closing: 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસ બંધ, M&M સહિત આ શેરોએ મચાવી ધમાલ

Stock Market Closing: વૈશ્વિક બજારમાંથી મળેલા પોઝિટિવ સંકેતોને પગલે આજે બજાર વધારા સાથે ખુલ્યું. દિવસભર તેજી જોવા મળી અને લીલા નિશાન સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 545.25 પોઈન્ટ વધીને 58115.50ની સપાટી પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 181.70 પોઈન્ટની તેજી સાથે 17340 પોઈન્ટની સપાટીએ બંધ થયો. 

ટોપ ગેઈનર્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટાટા મોટર્સ, M&M, અદાણી પોર્ટ, યુપીએલ, ઓએનજીસીના શેર જોવા મળ્યા. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં M&M, પાવર ગ્રિડ  કોર્પોરેશન, એનટીપીસી, ભારતી એરટેલ, રિલાયન્સના શેર જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
તેજીમાં જેમણે રોકાણકારોની ચિંતા વધારી તેવા શેરોમાં નિફ્ટીમાં સન ફાર્મા, એચડીએફસી લાઈફ, એચયુએલ, બ્રિટાનિયા, ડિવિસ લેબ્સના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં સન ફાર્મા, એચયુએલ, ઈન્ડસઈન્ડ બેંક, નેસલે, એશિયન પેઈન્ટ્સના શેર જોવા મળ્યા. 

M&M ના શેર ઓલટાઈમ હાઈ પર
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સોમવારે 7 ટકાથી વધુ વધીને નવા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. બીએસઈ પર તેના શેર 7.1 ટકા ચડીને 52 અઠવાડિયાની નવી ઊંચાઈ પર 1247ના સ્તરે પહોંચી ગયા હતા. કંપનીએ શનિવારે 30 મિનિટમાં એક લાખ Scorpio-N બુકિંગનો રેકોર્ડ બનાવ્યો. જેના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી. આ વર્ષે આ શેર 45 ટકા વધ્યો છે. Mahindra Scorpio-N SUV પ્રત્યે ક્રેઝ જોતા બ્રોકરેજે શેરનો ટાર્ગેટ પ્રાઈસ વધારીને 1450 કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news