બજારની મજબૂત શરૂઆત: સેન્સેક્સ 260 પોઈન્ટ મજબૂત

સોમવારે કારોબારમાં શેરબજારે સુસ્ત શરૂઆત કરી હતી. 9:44 વાગે સેન્સેક્સ +260.87 પોઈન્ટની તેજી સાથે 35,955.97 અને નિફ્ટી 82.95 પોઈન્ટની તેજી સાથે 10,810.30 પર ટ્રેંડ કરી રહ્યો છે. શુક્રવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. બીએસઈ 181.39 પોઈન્ટ (0.51%) ના વધારા સાથે 35,695.10 પર બંધ થયો હતો. તો બીજી તરફ એનએસઈ  55.10 પોઈન્ટ (0.52%) ઉછળીને 10,727.35 પર બંધ થયો હતો.
બજારની મજબૂત શરૂઆત: સેન્સેક્સ 260 પોઈન્ટ મજબૂત

નવી દિલ્હી: સોમવારે કારોબારમાં શેરબજારે સુસ્ત શરૂઆત કરી હતી. 9:44 વાગે સેન્સેક્સ +260.87 પોઈન્ટની તેજી સાથે 35,955.97 અને નિફ્ટી 82.95 પોઈન્ટની તેજી સાથે 10,810.30 પર ટ્રેંડ કરી રહ્યો છે. શુક્રવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. બીએસઈ 181.39 પોઈન્ટ (0.51%) ના વધારા સાથે 35,695.10 પર બંધ થયો હતો. તો બીજી તરફ એનએસઈ  55.10 પોઈન્ટ (0.52%) ઉછળીને 10,727.35 પર બંધ થયો હતો.

શરૂઆતી કારોબારમાં બીએસઈ પર 29 કંપનીઓમાં તેજી નોંધાઇ હતી, તો બીજી તરફ એનએસઈ પર 47 કંપનીઓના શેર લીલા નિશાન પર, તો ત્રણ કંપનીઓના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. સવારે 9.27 વાગે બીએસઈ 297.67 પોઈન્ટ એટલે કે 0.83 ટકાની તેજી સાથે 35,992.77 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે એનએસઈ 90.65 પોઈન્ટ એટલે કે 0.85% 10,818.00 પર કારોબાર કરી રહ્યો હતો. 

બીએસઈ પર ટાટા મોટર્સના શેરમાં 2.52 ટકા, વેદાંતા લિમિટેડમાં 2.46 ટકા, ટાટા સ્ટીલમાં 2.16 ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં 1.75 ટકા તો યસ બેંકના શેરમાં 1.72 ટકાનો ઉછાળો જોવા મળ્યો. તો બજાજ ઓટોના શેરોમાં 0.42 ટકા, તો કોટક બેંકના શેરમાં 0.06 ટકનો ઘટાડો નોંધાયો હતો. 

એનએસઇ પર ટાઇટનના શેરમાં 2.71 ટકા, વેદાંતા લિમિટેડમાં 2.46 ટકા, ટાટા સ્ટીલમાં 2.33 ટકા, ટાટા મોટર્સમાં 2.222 ટકા અને જેએસડબ્લ્યૂ સ્ટીલમાં 1.86 ટકાની તેજી જોવા મળી. તો બેજી તરફ ડો. રેડ્ડીઝના શેરમાં 0.23 ટકા, વિપ્રોમાં 0.14 ટકા અને બજાજ ઓટોના શેરમાં 0.11 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news