હવે LPG સિલિંડર પર મોંઘવારીની માર, સબસિડીવાળા સિલિંડરનો આટલો ભાવ વધ્યો

દિલ્હીમાં રાંધણ ગેસ (એલપીજી)ના સબસિડી વિનાના સિલિંડરના ભાવમાં 55.50 રૂપિયાનો વધારો થયો છે અને સબસિડીવાળા સિલિંડરના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેજી અને રૂપિયામાં નબળાઇના લીધે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

હવે LPG સિલિંડર પર મોંઘવારીની માર, સબસિડીવાળા સિલિંડરનો આટલો ભાવ વધ્યો

નવી દિલ્હી: દિલ્હીમાં રાંધણ ગેસ (એલપીજી)ના સબસિડી વિનાના સિલિંડરના ભાવમાં 55.50 રૂપિયાનો વધારો થયો છે અને સબસિડીવાળા સિલિંડરના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેજી અને રૂપિયામાં નબળાઇના લીધે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એલજીપી સિલિંડરના નવા ભાવ એક જૂલાઇથી લાગૂ થશે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અનુસાર, રસોઇ ગેસના સબસિડી વિનના સિલિંડર પર જીએસટીમાં સુધારાના લીધે ભાવ વધારો કરવામાં અવ્યો છે. કંપનીએ એક નિવેદનમાં શનિવારે કહ્યું હતું કે સબસિડી વિનાના એલપીજી સિલિંડરના ભાવ 493.55 રૂપિયાથી વધીને 496.26 રૂપિયા પ્રતિ સિલિંડર કરી દેવામાં આવ્યા છે.

વર્ષમાં 12 સિલિંડરવાળા સિલિંડરનો કોટા
કંપનીના અનુસાર દિલ્હીમાં વર્ષમાં 12 સિબસિડીવાળા સિલિંડરનો કોટા સમાપ્ત થયા બાદ ગ્રાહકોને જૂલાથી સબસિડી વિનાના સિલિંડર પર 55.50 રૂપિયા પ્રતિ સિલિંડર વધારે ચૂકવવા પડશે. જ્યારે કોટા હેઠળ આવનાર સિલિંડર પર 55.50 રૂપિયાથી 2.71 રૂપિયા ઘટાડ્યા બાદ 52.79 રૂપિયા પ્રતિ સિલિંદર સબસિડી ગ્રાહકોના ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવશે. 

એલપીજી સિલિંડરના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીના ભાવમાં 57 ડોલર પ્રતિ મેટ્રિક ટનનો વધારો થવાના લીધે કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખખે ગત મહિનાના સરેરાશ બેંચમાર્ક દર અને વિદેશી મુદ્વા વિનિમય દરના આધરે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. 

સિલિંડરના ભાવ 55.50 રૂપિયા પ્રતિ સિલિંડર વધી જશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સબસિડી વિનાના ઘરેલૂ એલપીજી સિલિંડરના વધેલા ભાવ પર જીએસટીની ગણતરીથી ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાથી સબસિડી વિનાના એલપીજી સિલિંડરના ભાવ 55.50 રૂપિયા વધી જાય છે. દિલ્હીમાં સબસિડી વિનાના એલપીજી સિલિંડરના ભાવમાં 55.50 રૂપિયાનો પ્રતિ સિલિંડરએ વધારો કરવામાં આવ્યો છે. 

ઇન્ડીયન ઓઇલે નિવેદનમાં કહ્યું છે કે 'બાકી બચેલા 52.79 રૂપિયા (55.50-271 રૂપિયા) ગ્રાહકોને સબસિડીના રૂપમાં તેમના ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવશે. આ પ્રકારે જૂલાઇ 2018માં ગ્રાહકોના બેંક ખાતામાં સબસિડી વધારીને 257.74 રૂપિયા પ્રતિ સિલિંડર થઇ ગઇ છે, જો કે જૂન 2018માં 204.95 પૈસા પ્રતિ સિલિંડર હતી. આ પ્રકારે સબસિડીવાળા એલપીજી ગ્રાહક એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાથી સુરક્ષિત છે. સબસિડીવાળા સામાન્ય ગ્રાહકોને વર્ષમાં 14.2 કિલોના 12 સિલિંડર સબસિડી હેઠળ મળે છે. ત્યારબાદ તેમને બજાર કિંમત અથવા સબસિડી વિનાના ખરીદવા પડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news