50,000ના બનાવી દીધા 1 કરોડ રૂપિયા, માત્ર એક વર્ષમાં ગુજરાતી કંપનીએ બનાવ્યા માલામાલ

શેર બજારમાં ઘણા એવા મલ્ટીબેગર સ્ટોક હોય છે જે રોકાણકારોને મોટી કમાણી કરાવતા હોય છે. આવો એક શેર તીર્થ પ્લાસ્ટિક્સનો છે. આ ગુજરાતી કંપનીએ એક વર્ષમાં રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

50,000ના બનાવી દીધા 1 કરોડ રૂપિયા, માત્ર એક વર્ષમાં ગુજરાતી કંપનીએ બનાવ્યા માલામાલ

નવી દિલ્હીઃ મલ્ટીબેગર શેર તો ઘણા મળી જશે પરંતુ આવો મલ્ટીબેગર ખુબ ઓછા મળશે જે 50,000 રૂપિયાના રોકાણને એક કરોડ બનાવી દે. તીર્થ પ્લાસ્ટિકના સ્ટોકે આ કમાલ કર્યો છે. તેથી તેને નાણાકીય વર્ષ 24નો બેસ્ટ મલ્ટીબેગર પણ કહેવામાં આવી રહ્યો છે. જેણે આ શેરમાં છેલ્લા જેણે પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં 50 હજાર રૂપિયા લગાવી છોડી દીધા હોત તો તે આજે કરોડપતિ બની ગયો હોત. આ શેરની કિંમત ત્યારે 31 પૈસા હતી અને આજે શેર 66.36 રૂપિયાનો છે. મહત્વનું છે કે તીર્થ પ્લાસ્ટિક એક ગુજરાતી કંપની છે.

આ દરમિયાન તીર્થ પ્લાસ્ટિકે પોતાના ઈન્વેસ્ટરોને 21306 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ ઈન્વેસ્ટરે આ શેરમાં 3 એપ્રિલ 2023ના 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 2.14 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. 50000 રૂપિયા રોકનારની વેલ્યૂ આજે 1.07 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. આ સ્ટોકે પોતાના શેરધારકોને મોટી કમાણી કરાવી છે. 

શેરનું પ્રદર્શન
કંપનીના સ્ટોકે છેલ્લા એક મહિનામાં પોતાના ઈન્વેસ્ટરોને 31.67 ટકાનું રિટર્ન આપ્યું છે. તો આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી શેરમાં 206 ટકાનો વધારો થયો છે. એટલે કે માત્ર ત્રણ મહિનામાં તેણે ઈન્વેસ્ટરોના રૂપિયા ડબલ કરી દીધા છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 800 ટકાનો વધારો થયો છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી શેરમાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે અને તે ચાર ટકા તૂટી ગયો છે. તેનો 52 સપ્તાહનો હાઈ 69.09 રૂપિયા અને લો 0.30 રૂપિયા છે.

કંપનીનું નાણાકીય પ્રદર્શન
આ 30 કરોડ રૂપિયાના માર્કેટ કેપવાળી કંપની છે. તેને ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.02 કરોડ રૂપિયાનું રેવેન્યૂ મળ્યું હતું, જ્યારે તેનો નફો 0.01 કરોડ રૂપિયા હતો. આ કંપની વિશે વધુ જાણકારી ઉપલબ્ધ નથી. તેના આશરે 60 ટકા શેર રિટેલ માર્કેટમાં અને 40 ટકા શેર પ્રમોટર્સ પાસે છે. તેવામાં શેરમાં પૈસા લગાવતા પહેલા એકવાર તમારા સલાહકાર સાથે વાત જરૂર કરો.

(ડિસ્ક્લેમરઃ આ સ્ટોકમાં રોકાણની સલાહ નથી. માત્ર ડિવિડેન્ડની જાણકારી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news