AUTO EXPOમાં લોન્ચ થયા આ 5 શાનદાર સ્કૂટર

AUTO EXPOમાં લોન્ચ થયા આ 5 શાનદાર સ્કૂટર

નવી દિલ્હીઃ ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં ટૂ-વ્હીલર ઉત્પાદક કંપનીઓએ નવા ટૂ-વ્હીલર લોન્ચ કર્યા છે. આ દરમિયાન કેટલીક કંપનીઓને ગ્રાહકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો છે.  આ વખતે કંપનીઓનું જોર ઈલેક્ટ્રિક વાહનો પર વધુ છે. ઘણી મોટી કંપનીઓ સાથે સ્ટાર્ટઅપેપણ સ્કૂટર અને બાઇકના ઈલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યા. કંપનીઓએ આ વખતના ઓટો એક્સપોમાં દેખાડ્યું કે તે ઈલેક્ટ્રિક સેગ્મેન્ટ માટે તૈયાર છે. અમે તમને જણાવી રહ્યાં છીએ એવા 5 સ્કૂટર વિશે જે આ વખતે ઓટો એક્સપોમાં લોન્ચ થયા અને જલ્દી તેની ડિલેવરી બજારમાં શરૂ થઈ જશે. તમે તમારી જરૂરીયાત મુજબ ફીચર અને કીંમત પ્રમાણે સ્કૂટરની પસંદગી કરી શકો છો. 

Honda Activa 5G
આ વખતે ઓટો એક્સપોમાં હોન્ડાની એક્ટિવા 5જી  (Honda Activa 5G) પરથી પડદો ઉઠી ગયો છે. આ સ્કૂટરમાં ઘણા નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ માર્ચના પ્રથમ સપ્તાહમાં બજારમાં લોન્ચ થઈ જશે. આ સ્કૂટરની ડિઝાઈન પર કંપનીએ કામ કર્યું છે. સ્કૂટરના આગળના ભાગમાં નવી એલઈડી હેન્ડલેમ્પ છે જે દિવસના સમયમાં ઈન્ટીગ્રેટેડ એલઈડી સાથે ચાલુ રહે છે. તે સિવાય ક્રોમની ગાર્નિશિંગ પણ જોઈ શકાય છે. એક્ટિવાએ 110 સીસી, ફોર સ્ટોકવાળો ફેન-કૂલ પેટ્રોલ એન્જિન યથાવત રાખ્યું છે. તેમાં હોન્ડા એન્જિનની ટેકનિક આપવામાં આવી છે. આ મોટર 8 બીએચપી પાવર જનરેટ કરે છે અને ઓટોમેટિક સીવીટી ટ્રાન્સમિશનની સાથે આવે છે. એક્ટિવા 5જીમાં સીટ નીચે 18 લીટરની સ્ટોરેજ ટેન્ક આપવામાં આવી છે. કોમ્બી બ્રિકિંગ સિસ્ટમની સાથે બંન્ને વ્હીલ પર ડમ બ્રેક, ટ્યૂબલેશ ટાયર, સ્ટીલ રીમ આપવામાં આવ્યું છે. 

Hero Duet 125
વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હીલ બનાવનારી કંપની હીરોએ આ વખતે હીરો ડૂએટ 125 (Hero Duet 125)ની બોડીમાં કેટલાક ફેરફાર સાથે થોડી ક્રોમ ફિનિશ આપી છે. બાકીના તમામ ફીચર અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ 110 સીસીના જ છે. માનવામાં આવી રહ્યું છે કે ડૂએટનું પ્રથમ દમદાર વર્ઝન આવ્યા બાદ આ બજારમાં હાજર હોન્ડા એક્ટિવા 125 અને સૂઝુકી એક્સેસ 125ને ટક્કર આપશે. 

Hero Maestro Edge 125
અત્યારે બજારમાં 110 સીસીવાળા માએસ્ટો એજ  (Maestro Edge 110) આવે છે. હવે કંપનીએ તેને 125 સીસીના વેરિએન્ટમાં રજૂ કર્યું છે. સ્પોર્ટી લૂકવાળું હીરો માએસ્ટો એજ 125  (Maestro Edge 110) 110 સીસી વર્ઝનની જેમ જ દેખાઈ છે. નવા સ્કૂટરમાં તમામ ફીચર પહેલા જેવા  છે. આ મોડલનું સૌથી આકર્ષક ફીચર બહારની તરફ આપવામાં આવેલું ફ્યૂલ ફિલિંગ રિમોટ ફીચરથી લેશ છે. તેમાં બૂટ લાઈટ અને મોબાઇલ ચાર્જિંગ જેવા વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. 125 સીસીવાળા વર્ઝનમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે. આ સ્કૂટર હોન્ડા ગ્રાજિયા અને ટીવીએસ એનટોર્ટ 125ને ટક્કર આપશે. 

અપ્રીલિયા એસઆર 125
અપ્રીલિયાએ આ વખતે ઓટો એક્સપોમાં 125 સીસી વાળું સ્કૂટર એસઆર 125 (SR 125) લોન્ચ કર્યું છે. આ સ્કૂટર ઈન્ડિયન માર્કેટમાં કંપનીનું પ્રથમ 125 સીસી સ્કૂટર છે. તેના લૂકની વાત કરીએ તો એસઆર 150 જેવો જ છે. પૂણેમાં સ્કૂટરની એક્સ શોરૂમ કીંમત 63,310 રૂપિયા છે. 

ફ્લો
સ્ટાર્ટએપ કંપની ટવેન્ટી ટૂ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડે પોતાનું પ્રથમ સ્માર્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર ફ્લોને લોન્ચ કર્યું છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે આ સ્કૂટરની સૌથી ખાસ વાત એ છે કે તે રિવર્સમાં પણ ચાલે છે. સ્કૂટરમાં 100 ટકા એલઈડી લેમ્પ, ટ્રિન ડિસ્ક બ્રેડ, પોર્ટેબલ વાયરલેસ બેટરી, સ્માર્ટ એપ, ક્રુઝ કંટ્રોલ તથા રિવર્સ મોડ સહિત અન્ય ઘણા ફીચર આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં લિથિયમ આયન બેટરી છે જેને પાંચ કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. આ બેટરી ફૂલ ચાર્જ થતા 60 કિમી પ્રતિ કલાકની સ્પિડે 80 કિમી સુધી જવા માટે સક્ષમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news