બેંક કર્મચારીઓની હડતાળ બાદ નવા વર્ષે ભારત બંધની તૈયારી, 8-9 જાન્યુઆરીએ થશે 'મહા હડતાળ'

બેંક કર્મચારીઓની હડતાળ બાદ નવા વર્ષે ભારત બંધની તૈયારી, 8-9 જાન્યુઆરીએ થશે 'મહા હડતાળ'

સરકારી બેંકોના 10 લાખ કર્મચારીઓ ત્રણ બેંકોના વિલયના વિરોધમાં હડતાળ પર ઉતર્યા હતા. જેના લીધે મોટાભાગ બેંકોનું કામ ઠપ્પ થઇ ગયું હતું, પરંતુ આ હડતાળને ફક્ત એક ટ્રેલર ગણવામાં આવી રહ્યું છે કારણ કે નવા વર્ષમાં 8 અને 9 જાન્યુઆરીના રોજ દેશની 10 મુખ્ય ટ્રેડ યૂનિયન મહા હડતાળની તૈયારી કરી રહી છે. તેમની યોજના આ હડતાળમાં સરકારી અને ખાનગી કર્મચારીઓની સાથે ખેડૂતો અને મજૂરીને પણ સામેલ કરવાની છે. જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ભારતીય મજૂર સંઘે આ હડતાળમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે. 

ગ્રામીણ ભારત બંધની તૈયારી
શ્રમિક સંગઠનોની સાથે જ આ દિવસે વામપંથી સંગઠનો સાથે જોડાયેલા ખેડૂત સંગઠન પણ હડતાળ કરશે. પીટીઆઇના રિપોર્ટ અનુસાર ઓલ ઈન્ડિયા કિસાન સભા (AIKS) એ 8-9 જાન્યુઆરીના રોજ ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે. તેનો પ્રયત્ન છે કે શહેરી ભારતની સાથે જ આ દિવસે ગ્રામીણ ભારતમાં પણ ખેડૂત અને ખેત મજૂરો હડતાળ પર ઉતરે. આ આહવાનને ભૂમિ અધિકાર સભાનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ સંગઠન કૃષિ લોન માફ કરવા, ભૂમિહીન ખેડૂતોને જમીનઅ ને પાકના યોગ્ય ભાવની માંગ કરી રહ્યા છે. 

કોણ સામેલ થશે હડતાળમાં?
નવા વર્ષમાં મજૂર સંગઠન ઇંટક, એઆઇટીયૂસી, એચએમએસ, સીટૂ, એઆઇયૂટીયૂસી, ટીયૂસીસી, સેવા, એઆઇસીસીટીયૂ, એલપીએફ, યૂટીયૂસી, એઆઇઆરએફ અને એનએફઆઇઆર 8 અને 9 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ મજૂર સંગઠનોનો આરોપ છે કે કેંદ્વ સરકારની નીતિઓ કોર્પોરેટના પક્ષમાં છે અને મજૂર વિરોધી છે. હાલમાં સમગ્ર સભા, રેલી અને વિરોધ-પ્રદર્શનની તૈયારી કરવામાં આવી રહી છે. હાલમાં બેંક કર્મચારી તો હડતાળ પર રહેશે, સાથે જ રેલવે, રક્ષા, સ્વાસ્થ્ય અને શિક્ષા સહિત કેંદ્વ અને રાજ્ય સરકારોના હડતાળ પર દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ સંગઠનોનો પ્રયત્ન છે કે ખાનગી ક્ષેત્રના કર્મચારી પણ હડતાળમાં સામેલ થશે. 

બીએમએસ કેમ થશે નહી સામેલ?
સરકાર માટે રાહતની વાત એ છે કે દેશના સૌથી મોટા મજૂર સંગઠન ભારતીય મજૂર સંઘ (બીએમએસ) આ હડતાળથી દૂર છે. બીએમએસ આરએસએસનું સહયોગી સંગઠન છે. બીએમએસનું કહેવું છે કે તે પોતે કેંદ્વ સરકાર સમક્ષ મજૂરોની સમસ્યાઓને ઉઠાવી રહી છે અને સરકાર પાસેથી તેને સકારાત્મક પ્રતિક્રિયા મળી છે. એટલા માટે હડતાળ કરવી યોગ્ય નથી. બીએમએસના પશ્વિમી ક્ષેત્રના પ્રભારી સુધારક રાવે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં કહ્યું કે ગત દોઢ વર્ષમાં ઘણી માંગોને પુરી કરવામાં આવી છે. જેમને બોનસ એક્ટમાં સુધારો, 1000 રૂપિયાની ઇપીએફ પેંશન, ન્યૂનતમ વેતન વધારો, આંગણવાડીના પગારમાં વધારો, આયુષ્માન ભારત યોજના અને ઇએસઆઇ એક્ટ 1948.

હડતાળ કરી રહેલા સંગઠનોની શું છે માંગ?
ન્યૂનતમ વેતન વધારો, શ્રમિકો માટે યૂનિવર્સલ સોશિયલ, સિક્યોરિટી, ખાનગીકરણને બંધ કરવામાં આવે, સરકારી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાને બંધ કરવામાં આવે, શ્રમ કાયદામા સૂચિત સુધારો ન થાય, સરકારી કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાને મંજૂરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news