એક પાનામાં સમેટાઈ ગયુ રેલવે બજેટ, જાણો શું થઈ જાહેરાતો?

નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય રેલવે માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે.

એક પાનામાં સમેટાઈ ગયુ રેલવે બજેટ, જાણો શું થઈ જાહેરાતો?

નવી દિલ્હી: સામાન્ય બજેટની સાથે સાથે નાણામંત્રી અરુણ જેટલીએ રેલ બજેટ પણ રજૂ કરી દીધુ. આવુ બીજીવાર બન્યું કે સામાન્ય બજેટની સાથે સાથે રેલ બજેટ રજૂ કરાયું. અગાઉ રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવતુ હતું. ત્યારે તેના માટે આખો દિવસ અલગ રહેતો હતો. રેલમંત્રી રેલ બજેટ રજૂ કરતા હતાં. લોકો સંપૂર્ણ ધ્યાનથી બજેટ સાંભળતા હતાં અને પોતાના તર્ક રજૂ કરતા હતાં. કારણ કે રેલ પણ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે. તેના સાથે સંકળાયેલા દરેક ફેસલાની આપણા જીવન પર અસર કરે છે. તે સમયે બજેટમાં નવી જૂની ગાડીઓનું લાંબુ લિસ્ટ રહેતુ હતું. નવી નવી જાહેરાતો થતી હતી. પરંતુ આ વખતે રેલ બજેટ ફક્ત એક પેજમાં જ સમેટાઈ ગયું હતું. આથી એક દિવસ સુધી ચાલનારું રેલ બજેટ આ વખતે એક પાનામાં સમેટાઈ ગયું. રેલવેને લઈને જાહેરાતો તો થઈ પરંતુ એવી કોઈ નહીં. નાણામંત્રીએ થોડાક પોઈન્ટ્સમાં જ રેલ બજેટ સમાપ્ત કરી દીધુ. કઈ નવી ટ્રેન હશે અને જૂની ટ્રેનો અંગે કોઈ વાત થઈ નહીં. 

નાણામંત્રી અરુણ જેટલીએ ભારતીય રેલવે માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. રેલવેને લઈને આ સૌથી મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું કે ભારતીય રેલવેને સંપૂર્ણ રીતે બ્રોડગેજ કરવામાં આવશે. આ ઉપરાંત પાટા અને ગેજ બદલવાના કામ પણ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે રેલવેને લઈને તેમની સરકારનું પહેલું લક્ષ્ય સુરક્ષા છે. 

અરુણ જેટલીએ કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલ બજેટનો મોટો ભાગ પાટા અને ગેજ બદલવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવશે. 5000 કિલોમીટર લાઈનના ગેજ પરિવર્તનનું કામ ચાલુ છે. નાણામંત્રીએ જણાવ્યું કે નાની લાઈનોને મોટી લાઈનોમાં બદલવાનું કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે 700 નવા રેલ એન્જિન અને 5160 નવા કોચ તૈયાર કરવામાં આવશે. સુરક્ષાની વ્યવસ્થા પર વાત કરતા તેમણે કહ્યું કે રેલવે સ્ટેશનો પર સીસીટીવી લગાવવાની જાહેરાતનું એલાન પણ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે આ વર્ષમાં 600 રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે કામ કરવામાં આવશે. આધુનિકીકરણ ઉપરાંત સ્ટેશનો પર એસ્કેલેટર્સ બનાવવાની પણ યોજના છે. 

નાણામંત્રીએ જણાવ્યું કે 3600 કીમીના ટ્રેકનું નવીનિકરણ કરવામાં આવ્યું. 40,000 કરોડ રૂપિયા એલિવેટેડ કોરિડોરના નિર્માણ પર ખર્ચ કરવામાં આવશે. મુંબઈ રેલવેને શહેરની લાઈફલાઈન ગણાવતા મુંબઈ લોકલનો દાયરો 90 કિમી વધારવાની જાહેરાત કરાઈ છે. આ બાજુ મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના બુલેટ ટ્રેન પર જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનો ટ્રેક બનાવવાનું કામ શરૂ કરવા માટે જે પણ આ  સંબંધે જરૂરી હશે તે પૂર્તિ કરાશે. 

રેલવે બજેટની જાહેરાતો, ટૂંકમાં જાણો 

- તમામ ટ્રેનોમાં વાઈફાઈ અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
- બે વર્ષમાં  4267 માનવ રહિત ક્રોસિંગ ખતમ કરવામાં આવશે. 
- 25 હજારથી વધુ વસ્તીવાળા સ્ટેશનો પર એસ્કેલેટર લગાવવામાં આવશે. વાઈફાઈ, સીસીટીવીની સુવિધા આપવામાં આવશે. 
- મુંબઈમાં 90 કિમી રેલ પાટાનો વિસ્તાર કરાશે. 
- બુલેટ પરિયોજના માટે જરૂરી માનવ સંસ્થાનને વડોદરા રેલવે યુનિવર્સિટીમાં તાલીમ અપાશે. 
- મુંબઈ લોકલનો વિસ્તાર કરવામાં આવશે.
- બુલેટ પરિયોજના માટે જરૂરી માનવ સંસ્થાનને વડોદરા રેલવે યુનિવર્સિટીમાં તાલીમ અપાશે. 
- મુંબઈ લોકલનો વિસ્તાર કરવામાં આવશે.
-- આ વર્ષે 600 નવા સ્ટેશનો બનાવવામાં આવશે.
- સમગ્ર ભારતીય રેલવે નેટવર્કને બ્રોડગેજમાં ફેરવવામાં આવશે. 
- ફંડનો મોટો હિસ્સો રેલવેને ફાળવવામાં આવ્યો, પાટા અને ગેઝ બદલવા માટે ખર્ચ કરવામાં આવશે
- રેલવે માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણી- જેટલી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news