30% ઘટી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમત જો સરકાર લે 'આ' નિર્ણય

પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે

30% ઘટી શકે છે  પેટ્રોલ અને ડીઝલની કિંમત જો સરકાર લે 'આ' નિર્ણય

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત વચ્ચે મદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઇલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલાએ ભારતને એક મોટી ઓફર આપી છે. તેણે કહ્યું છે કે ભારત ક્રુડ આયાત કરવા માટે જો એની કરન્સી પેટ્રોનો ઉપયોગ કરે તો એ તેલની કિંમતમાં ઓછામાં ઓછો 30 ટકાનો ઘટાડો કરવા તૈયાર છે. વેનેઝુએલાએ હાલમાં જ ન્યૂ બ્લોકચેન ટેકનોલોજી આધારિત કરન્સી ‘પેટ્રો’ લોન્ચ કરી છે. 

ભારત જો વેનેઝુએલાની ઓફર માનવા તૈયાર થઈ જાય તો એને આ ઓફરથી સારો એવો લાભ થઈ શકે છે કારણ કે એ પોતાની જરૂરિયાતનું 80 ટકા ક્રુડ આયાત કરે છે. આ સંજોગોમાં ભારત જો મોટાભાગનું ઓઇલ વેનેઝુએલાથી આયાત કરે તો અહીં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સારો એવો ઘટાડો થઈ શકે છે અને લોકોની સાથેસાથે સરકારને પણ રાહત મળી શકે છે. 

પેટ્રો દુનિયામાx કોઈપણ દેશ દ્વારા સમર્થિત પહેલી ક્રિપ્ટોકરન્સી છે. એનું નામ પણ પેટ્રોલિયમ  પરથી રાખવામાં આવ્યું છે કારણ કે આ દેશમાં ક્રુડનો વિશાળ ભંડાર છે અને એની ઇકોનોમિ પેટ્રોલિયમ પર જ આધાર રાખે છે. વેનેઝુએલામાં 300 અરબ બેરલ જેટલો દુનિયાનો સૌથી મોટો ક્રુડ ઓઇલ રિઝર્વ છે. બીજા સ્થાન પર 225 અરબ બેરલ ક્રુડ રિઝર્વ સાથે સાઉદી અરેબિયા આવે છે.  

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ પ્રમાણે વેનેઝુએલાના એક અધિકારીએ માહિતી આપી છે કે ભારતના પ્રાઇવેટ સેક્ટરમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને વેનેઝુએલાએ પેટ્રો મારફતે ક્રુડ ખરીદે એને ઓછામાં ઓછું 30 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર કરી છે. રિપોર્ટ પ્રમાણે પેટ્રો મારફતે અત્યાર સુધી 3.8 અરબ ડોલર ભેગા કરાયા છે અને 127 દેશોએ એમાં રસ દર્શાવ્યો છે. 20 મેએ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ ચૂંટણી છે અને પછી એને લોન્ચ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news