આ કંપની બનાવશે યૂઝ એન્ડ થ્રો ટુવાલ, કિંમત એટલી સસ્તી છે કે જાણીને આશ્વર્ય પામશો

ટુવાલ આપણી દિનચર્યાનું અભિન્ન અંગ છે. ટુવાલ પર કવિતા, વાર્તાઓ પણ લખાઇ છે. ઉપેંદ્વનાથ અશ્કની વાર્તા 'તૌલિયા' તો પાઠ્યપુસ્તકોમાં સામેલ હતી. ભારતમાં ટુવાલનો વેપાર ખૂબ મોટો છે અને તેના પર નવા-નવા ગીતો પણ કરવામાં આવી રહ્યા છે. ભારતની જાણીતિ ટેક્સટાઇલ કંપની વેલસ્પન દ્વારા એક અનોખો યૂઝ એન્ડ થ્રો ટુવાલ બનાવવામાં આવ્યો છે. જે ફક્ત 10 રૂપિયામાં જ મળશે. આ ટુવાલને કુંભમાં તો લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને થોડા દિવસોમાં ભારતના મોટાભાગના શહેરોમાં પણ તેને વેચવામાં આવશે. તેનાથી પાણીની બચત પણ થશે અને ઉપયોગ કરવામાં સરળતા રહેશે. 
આ કંપની બનાવશે યૂઝ એન્ડ થ્રો ટુવાલ, કિંમત એટલી સસ્તી છે કે જાણીને આશ્વર્ય પામશો

કેતન જોશી, ગાંધીનગર: ટુવાલ આપણી દિનચર્યાનું અભિન્ન અંગ છે. ટુવાલ પર કવિતા, વાર્તાઓ પણ લખાઇ છે. ઉપેંદ્વનાથ અશ્કની વાર્તા 'તૌલિયા' તો પાઠ્યપુસ્તકોમાં સામેલ હતી. ભારતમાં ટુવાલનો વેપાર ખૂબ મોટો છે અને તેના પર નવા-નવા ગીતો પણ કરવામાં આવી રહ્યા છે. ભારતની જાણીતિ ટેક્સટાઇલ કંપની વેલસ્પન દ્વારા એક અનોખો યૂઝ એન્ડ થ્રો ટુવાલ બનાવવામાં આવ્યો છે. જે ફક્ત 10 રૂપિયામાં જ મળશે. આ ટુવાલને કુંભમાં તો લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને થોડા દિવસોમાં ભારતના મોટાભાગના શહેરોમાં પણ તેને વેચવામાં આવશે. તેનાથી પાણીની બચત પણ થશે અને ઉપયોગ કરવામાં સરળતા રહેશે. 

વાઈબ્રન્ટ ગુજરાત સમિટના અંતિમ દિવસે ટેક્સટાઇલ અને પાઇપ ઉત્પાદનમાં સામેલ વેલસ્પન ગ્રુપના ગુજરાતમાં 5000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. ગુજરાતમાં ગત ઘણા વર્ષોથી ગ્રુપનું કામ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે કંપની હવે યૂઝ એન્ડ થ્રો ટુવાલ બનાવી રહી છે જેનો ખર્ચ ફક્ત 10 રૂપિયા છે. 

વેલસ્પન ગ્રુપના ચેરમેન બેકે ગોયનકાએ જણાવ્યું કે 'અમે કુલ 5,000 કરોડનું રોકાણ કર્યું છે. અમે હવે યૂઝ એન્ડ થ્રો બનાવી રહ્યા છે જેને અમે કુંભ મેળામાં લોન્ચ કરી દીધો છે. અમે આગામી ત્રણથી પાંચ વર્ષમાં ટેક્સટાઇલમાં આખા ભારતમાં પોતાની ભાગીદારી 25 ટકા સુધી લઇ જઈશું. ગુજરાતમાં અમે પાઇપ્સ, ટેક્સટાઇલ, ઉર્જા, રોડ, ઈંફ્રામાં 5,000 કરોડનું રોકાણ કરીશું. તમને જણાવી દઇએ કે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન ગાંધીનગરમાં 18 થી 20 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યું હતું. આ સમિટમાં વિશ્વના 117 દેશોના પ્રતિનિધિ ભાગ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news