તમારું PF એકાઉન્ટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કેવી રીતે?

જો તમે સાધારણ સરકારી અથવા પ્રાઇવેટ નોકરી કરો છો તો તમે કરોડપતિ બનવા વિશે વિચારતા પણ નહી હોવ. મિડલ ક્લાસ લોકો માટે કરોડપતિ બનવાનું સપનું સપનું જ રહી જાય છે. આવક અને ખર્ચનો હિસાબ એટલો કસોકસ રહે છે કે બચત થઇ શકતી નથી, એવામાં કરોડપતિ બનવું દૂરની વાત છે. જો તમે પણ આમ વિચારી રહ્યા છો તો તમારી વિચારસણી બદલી દો. જી હાં કરોડપતિ બનવું મુશ્કેલ નહી હોય. આજે અમે તમને જે રીત બતાવી રહ્યા છીએ, જો તમે તેને અપનાવશો તો તમારા માટે કરોડપતિ બનવું મુશ્કેલ નથી. 
તમારું PF એકાઉન્ટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કેવી રીતે?

નવી દિલ્હી: જો તમે સાધારણ સરકારી અથવા પ્રાઇવેટ નોકરી કરો છો તો તમે કરોડપતિ બનવા વિશે વિચારતા પણ નહી હોવ. મિડલ ક્લાસ લોકો માટે કરોડપતિ બનવાનું સપનું સપનું જ રહી જાય છે. આવક અને ખર્ચનો હિસાબ એટલો કસોકસ રહે છે કે બચત થઇ શકતી નથી, એવામાં કરોડપતિ બનવું દૂરની વાત છે. જો તમે પણ આમ વિચારી રહ્યા છો તો તમારી વિચારસણી બદલી દો. જી હાં કરોડપતિ બનવું મુશ્કેલ નહી હોય. આજે અમે તમને જે રીત બતાવી રહ્યા છીએ, જો તમે તેને અપનાવશો તો તમારા માટે કરોડપતિ બનવું મુશ્કેલ નથી. 

જી હાં જો તમે નોકરી કરો છો તો તમારી પાસે પોતાનું પીએફ એકાઉન્ટ હોવું જરૂરી છે. તમને જણાવી દઇએ કે તમારું પીએફ એકાઉન્ટ જ તમને કરોડપતિ બનાવશે. જી હાં તમને પીએફ એકાઉન્ટ તમને કરોડપતિ બનાવી શકે છે. બસ તમારે થોડું કામ કરવું પડશે. તમને ખબર હશે કે ઇપીએફ હેઠળ તમને બેસિક સેલરીની 12 ટકા રકમ પીએફ એકાઉન્ટમાં નાખે છે. આ પીએફ એમાઉન્ટ પર તમને 8.65 ટકાના દરે વ્યાજ મળે છે જે હાલના સમયમાં સૌથી આકર્ષક વ્યાજ દર છે. 

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પીએફ એકાઉન્ટ પર કોઇ જોખમ પણ નથી. તેના માટે ઇપીએફમાં જમા થનાર રકમ તમને ટેક્સમાંથી પણ બચાવે છે. એટલે કે કુલ મળીને પીએફ પર રિટર્ન ખૂબ સારું મળે છે. એવામાં જો તમારી બેસિક સેલરી 25000 રૂપિયા છે અને તમે 35  વર્ષ સુધી નોકરી કરો છો તો 8.5 ટકાના દરે પીએફ વ્યાજ દર મળતું હોવાથી તમને નિવૃતિ વખતે 1 કરોડ 65 લાખની આસપાસ રકમ પીએફ દ્વારા મળશે. એટલે કે 35 વર્ષ સુધી પીએફ જમા કરાવતાં કરોડપતિ બની શકો છો. પરંતુ શરત એટલી છે કે તમારે વચ્ચે પીએફ ઉપાડવાનો નથી. એટલે કે તમે નોકરી કરતાં કરતાં કરોડપતિ બની શકો છો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news