જીંદગીમાં બે વાર નાપાસ થયા, કેન્ટીનમાં આવેલા એક આઈડિયાથી ઉભી કરી દીધી કરોડોની કંપની

જીંદગીમાં બે વાર નાપાસ થયા, કેન્ટીનમાં આવેલા એક આઈડિયાથી ઉભી કરી દીધી કરોડોની કંપની

Zomato નું નામ તો તમે સાંભળ્યું જ હશે જ્યારે પણ આપણે પોતના શહેરમાં આવેલી કોઇ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવવાનું વિચારીએ છીએ તો આપણે zomato ની સાઇટ પર જઇને મેનૂ જોઇને ઓર્ડર બુક કરાવીએ છીએ. zomato પર આપણને બધી રેસ્ટોરન્ટના મેનૂની જાણકારી મળી જાય છે. પરંતુ શું તમને ખબર છે zomato ની શરૂઆત કોણે અને કેવી રીતે કરી. 

દીપિંદર ગોયલે ઈન્ડિયા જ નહી, વિદેશોમાં પણ લોકોની જમવાની રીત બદલી દીધી છે. ઝોમેટોના સંસ્થાપક દીપિંદરને બાળપણથી જ અભ્યાસમાં કોઇ રસ ન હતો. તે છઠ્ઠા ધોરણ અને કોલેજના પ્રથમ વર્ષમાં નાપાસ થયા હતા. પરંતુ આ તેમની જીંદગીમાં અડચણ ન બની. 

નાપાસ થવાથી તેમને એટલું દુખ પહોંચ્યું કે તેમણે મન લગાવીને અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું. તેમણે તનતોડ મહેનત કરી અને આઇઆઇટીની માટે સિલેક્ટ થયા. આઇઆઇટીમાંથી ડિગ્રી પુરી કર્યા બાદ તેમણે મલ્ટીનેશનલ કંપની 'બેન એન્ડ કંપની'માં કામ કર્યું. 

તે કામકાજનો એક સામાન્ય દિવસ હતો જ્યારે તેમને ઝોમેટોને આઇડિયા આવ્યો. કેન્ટીનમાં જમવાના મેનૂની રાહ જોઇ રહ્યા હતા તેમને મહસૂસ થયું કે તેમાં ખૂબ સમય જાય છે. તેમણે મેનૂને સ્કેન કરીને ઓનલાઇન અપલોડ કર્યું જેને લોકોએ ખૂબ પસંદ કર્યું. 

આ રીતે પ્રેરિત થઇને તેમણે વેબસાઇટ ખોલવાનું વિચાર્યું જેમાં લોકોને આસપાસની રેસ્ટોરન્ટની જાણકારી મળી શકે. તેમણે પોતાના સહકર્મી પંકજ ચઢ્ઢા સાથે મળીને 2008માં 'ફૂડીબે' ખોલી જેમાં રેસ્ટોરન્ટના મેનૂથી માંડીને તેની સમીક્ષા પણ હોય છે. હવે ફૂડીબે ઝોમેટો બની ગયું છે. ઝોમેટો અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત 23 દેશોમાં પોતાની સુવિધા આપે છે. એક રૂમમાંથી શરૂ થયેલી દીપિંદર ગોયલની કંપની કિંમત આજે 600 કરોડથી વધુ છે. 

2010માં foodiebay.com નું નામ બદલીને zomato.com કરી દેવામાં આવ્યું અને તેમાં દેશના અન્ય શહેરોની રેસ્ટોરન્ટની યાદી પણ ઉમેરવામાં આવી. શરૂઆતમાં તેમણે પોતાની સાઇટને ખુદ મેનેજ કરી પરંતુ તેને વધુ વધારવા માટે તેમને રોકાણની જરૂર પડી. તેમની આ જરૂરિયાતને પુરી કરવા માટે naukri.com ની પેરેન્ટ કંપની Info Edge એ જેને તેમની કંપનીમાં એક મિલિયન ડોલરનું રોકાણ કર્યું. આ દરમિયાન zomato એ ios, એંડ્રોઇડ, વિંડોઝ અને blackberry માટે પોતાની એપ લોંચ કરી. 

ફક્ત આઠ વર્ષમાં જ zomato દેશ અને દુનિયાના ઘણા શહેરોમાં પહોંચી ગઇ છે. zomato ને એશિયાની સૌથી મોટી રેસ્ટોરન્ટ ગાઇડના રૂપમાં ઓળખવામાં આવે છે. zomato ને 2010 માં top 25 internet કંપનીઝમાં પણ સામેલ કરવામાં આવી છે.

દીપિંદર ગોયલે આ સ્ટાર્ટઅપનું ટર્ન ઓવર એક હજાર કરોડથી વધુનું છે. જોયું તમે જો આપણે આઇડિયા પર યોગ્ય દિશામાં કામ અને મહેનત કરીએ તો આપણને સફળ થતાં કોઇ રોકી ન શકે. આશા છે કે zomato ની સક્સેસ સ્ટોરી તમને પસંદ આવી હશે. તેને સોશિયલ મીડિયા પર જરૂરથી શેર કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news