65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, 'મોમ' માટે શ્રીદેવી બેસ્ટ એક્ટ્રેસ

આજે દિલ્હીમાં 65મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત થઈ છે

65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, 'મોમ' માટે શ્રીદેવી બેસ્ટ એક્ટ્રેસ

નવી દિલ્હી : આજે દિલ્હીમાં  65મા રાષ્ટ્રીય પુરસ્કારોની ઘોષણા થઈ છે. આ વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને આપવામાં આવ્યો છે. શ્રીદેવીનું આ વર્ષે જ માર્ચ મહિનામાં અપમૃત્યુ થયું છે. હવે તેની 300મી ફિલ્મ 'મોમ' માટે તેને આ પુરસ્કાર મળ્યો છે. આ વખતે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે 'ન્યૂટન'ની પસંદગી થઈ છે. ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી એવી આ ફિલ્મ માટે એક્ટર પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે. આ વર્ષે બેસ્ટ એક્શન ડિરેક્ટર અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ બંને પુરસ્કાર 'બાહુબલી 2'ને મળ્યા છે.  

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની 300મી ફિલ્મ 'મોમ'ના બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવા્માં આ્વ્યો છે. આ વર્ષ રાષ્ટ્રીય પુરસ્કારોની જ્યુરીના અધ્યક્ષ છે ફિલ્મમેકર શેખ કપૂર. આ પુરસ્કાર નક્કી કરનારી જ્યુરી 10 સભ્યોની છે જેમાં સ્ક્રીન રાઇટર ઇમ્તિયાઝ હુસૈન, લેખક મહેબૂબ, સાઉથ ઇન્ડિ્યન એક્ટ્રેસ ગૌતમી તાડિમાલા અને કન્નડ ડિરેક્ટર પી. શેશાદ્રી અને રંજિત દાસ વગેરે છે. 

એવોર્ડની યાદી

  • બેસ્ટ હિન્દી ફિલ્મ : ન્યૂટન
  • બેસ્ટ એક્શન ડિરેક્શન : બાહુબલી 2
  • બેસ્ટ કોરિયોગ્રાફી : ટોઇલેટ એક પ્રેમકથા (ગોરી તુ લઠ્ઠ માર)
  • બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ : બાહુબલી 2
  • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ : નગર કિર્તન (બંગાળી ફિલ્મ)
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર : મોમ
  • બેસ્ટ એડિટિંગ : વિલેજ રોકસ્ટાર (અસમીયા ફિલ્મ)
  • લાઇફ ટાઇમ એચિવમેન્ટ : વિનોદ ખન્ના
  • નર્ગિસ દત્ત અવોર્ડ : મરાઠી ફિલ્મ ધપ્પા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news