સેક્સ સીનના શૂટિંગમાં આ પ્રોડ્યૂસરે એવી વાત કહી કે હિરોઈન થઈ ગઈ હતી અપસેટ, એ સાંભળી પણ નહોતી શકી 

'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને 'લિપસ્ટિક અંડર માય બુરખા'ની અભિનેત્રી આહાના કુમરાએ તાજેતરમાં શૂટિંગ દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યો હતો. આ ઘટના ફિલ્મ 'લિપસ્ટિક...'ના શૂટિંગ દરમિયાન બની હતી. જ્યારે તે નિર્માતાની ટિપ્પણીથી એટલી અસ્વસ્થ થઈ ગઈ કે તેમને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હતું.

સેક્સ સીનના શૂટિંગમાં આ પ્રોડ્યૂસરે એવી વાત કહી કે હિરોઈન થઈ ગઈ હતી અપસેટ, એ સાંભળી પણ નહોતી શકી 

'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને 'લિપસ્ટિક અંડર માય બુરખા'ની અભિનેત્રી આહાના કુમરાએ તાજેતરમાં શૂટિંગ દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યો હતો. આ ઘટના ફિલ્મ 'લિપસ્ટિક...'ના શૂટિંગ દરમિયાન બની હતી. જ્યારે તે નિર્માતાની ટિપ્પણીથી એટલી અસ્વસ્થ થઈ ગઈ કે તેમને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હતું. આહાનાએ કહ્યું, 'અમારે 'લિપસ્ટિક અંડર માય બુરખા' માટે સેક્સ સીન શૂટ કરવાનો હતો. 

આ દરમિયાન પ્રકાશ ઝા સેટ પર આવ્યા હતા. તેમણે એ દરમિયાન એવો એપ્રોચ કર્યો કે આહાનાના કહેવા પ્રમાણે, આ વાત તેને સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગી અને તે અસહજ થઈ ગઈ હતી. આના પર તે ફિલ્મની ડાયરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવ પાસે પહોંચી અને પૂછ્યું કે આખરે પ્રકાશ ઝા અહીં કેમ છે? તેઓએ પ્રકાશ ઝાની વાત કેમ સાંભળવી જોઈએ? તે માત્ર ફિલ્મના પ્રોડ્યૂસર છે.

આહાનાએ કહ્યું કે અલંકૃતા તેની વાત સમજી ગઈ અને ખૂબ જ નમ્રતાથી પ્રકાશ ઝાને સેટ છોડવા માટે કહ્યું હતું. અલંકૃતાની વાત પર પ્રકાશ ઝા નારાજ થયા વિના અને મામલો આગળ વધાર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેઓ સમજી ગયા હતા કે આહના તેની હાજરીથી અસ્વસ્થ થઈ રહી છે.

આહાનાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત શોર્ટ ફિલ્મ 'તિશા'થી કરી હતી. તેમની પ્રથમ ફિચર ફિલ્મ વર્ષ 2010માં આવેલી 'સોના સ્પા' હતી. આ પછી તેણે ઘણી શોર્ટ ફિલ્મો, ટીવી સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું. તેની લોકપ્રિય ટીવી શ્રેણીની વાત કરીએ તો તેમાં 'યુદ્ધ' અને 'એજન્ટ રાઘવ' જેવા નામો સામેલ છે. આહાનાએ અમિતાભ બચ્ચન સાથે 'યુદ્ધ'માં કામ કર્યું હતું. બીજી તરફ આહાનાની ફેમસ ફિલ્મની વાત કરીએ તો તે હતી 'લિપ્સિટીક અંડર માય બુરખા'. તેના બોલ્ડ કન્ટેન્ટ અને વિષયના કારણે આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news