Koffee With Karan Season 6 Episode 1: આલિયા અને દીપિકાએ કર્યા પાંચ મોટા ખુલાસા

આલિયા અને દીપિકા વચ્ચે એપિસોડમાં સારી કેમિસ્ટ્રી જોવા મળી છે

Koffee With Karan Season 6 Episode 1: આલિયા અને દીપિકાએ કર્યા પાંચ મોટા ખુલાસા

મુંબઈ : કરણ જોહરના લોકપ્રિય શો 'કોફી વિથ કરણ સિઝન 6'ના પહેલા એપિસોડમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને એકસાથે જોવા માટે દર્શકોમાં ગજબનો ઉત્સાહ હતો. હાલમાં આલિયા ભટ્ટ રણબીર કપૂરને ડેટ કરી રહી છે જ્યારે દીપિકા ભૂતકાળમાં રણબીરને ડેટ કરી  ચૂકી છે. 'કોફી વિથ કરણ સિઝન 6'ના આ એપિસોડમાં આલિયા અને દીપિકાએ પાંચ મોટા ખુલાસા કર્યા છે.

1. રણવીર અને રણબીર વચ્ચે જોરદાર મિત્રતા : થોડા દિવસ પહેલાં કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયાપર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં રણબીર, આલિયા, રણવીર અને દીપિકા પાર્ટીની જબરદસ્ત મજા માણતા જોવા મળ્યા હતા. એપિસોડમાં દીપિકા અને આલિયાએ જણાવ્યું છે કે પાર્ટીમાં બધાએ બહુ મજા કરી હતી અને કોઈ વચ્ચે કોઈ જ સમસ્યા નહોતી. રણબીર અને રણવીર વચ્ચે બહુ સારી મિત્રતા છે અને પાર્ટીમાં તેમણે સૌથી વધારે મજા માણી હતી. 

2. અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ : 'કોફી વિથ કરણ સિઝન 6'ના પહેલા એપિસોડમાં આલિયાએ ખુલાસો કર્યો છે કે અર્જુન આ વાતનો જાહેરમાં સ્વીકાર નથી કરતો પણ હકીકતમાં એ રિલેશનમાં છે. 

3. રણબીર છે સોશિયલ મીડિયા એક્ટિવ : રણબીર કપૂરનું કોઈ સોશિયલ મીડિયાપર એકાઉન્ટ નથી એટલે મોટાભાગના લોકોને એમ લાગે છે કે તે સોશિયલ મીડિયા પર નથી. જોકે, આલિયાએ રાઝ ખોલતા જણાવ્યું છે કે રણબીર નકલી નામથી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે ઇન્ડસ્ટ્રીના દરેક અપડેટ પર નજર રાખે છે. 

4. રણવીર છે માવડિયો  : રણવીર વિશે દીપિકાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે રણવીર દુનિયા સામે ભલે ગમે તેટલી ધમાલ કરે છે પણ એ હંમેશા 'મમ્માઝ બોય' રહેશે.

5. રણવીર સિંહ છે બેસ્ટ કિસર : દીપિકા ઓનસ્ક્રીન અનેક એક્ટર્સને કિસ કરી ચૂકી છે પણ કરણ જોહરના શોમાં દીપિકાએ જાહેરમાં કહ્યું છે કે તેનો ભાવિ પતિ રણવીર સિંહ જ બેસ્ટ કિસર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news