અમેરિકામાં ફસાયેલી એક્ટ્રસે કર્યું આ કામ, જાણીને કહેશો 'વાહ'

કોવિડ -19ના કારણે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાને કારણે અન્ય દેશોના નાગરિકોની જેમ ઘણા ભારતીય નાગરિકો પણ અન્ય દેશોમાં ફસાયેલા છે. જેમાંથી ઘણાએ સરકારને સોશિયલ મીડિયા દ્વારા દેશ વાપસી કરવા માટે અપીલ કરી છે.
અમેરિકામાં ફસાયેલી એક્ટ્રસે કર્યું આ કામ, જાણીને કહેશો 'વાહ'

નવી દિલ્હી: કોવિડ -19ના કારણે વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાને કારણે અન્ય દેશોના નાગરિકોની જેમ ઘણા ભારતીય નાગરિકો પણ અન્ય દેશોમાં ફસાયેલા છે. જેમાંથી ઘણાએ સરકારને સોશિયલ મીડિયા દ્વારા દેશ વાપસી કરવા માટે અપીલ કરી છે.

અભિનેત્રી સૌંદર્ય શર્મા પણ કોવિડ -19 લોકડાઉન વચ્ચે લોસ એન્જલસમાં ફસાયેલી છે. તેણે કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારત પરત આવવા માટે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. પરંતુ જ્યારે નાગરિકોની પહેલી ટુકડી ત્યાંથી પરત ફરવા માટે બહાર આવી ત્યારે તેઓ મુસાફરી કરી શક્યા નહીં. તેણે કહ્યું કે તે ઇચ્છે છે કે જે લોકો મુશ્કેલીમાં હોય તેઓ પહેલા ઘરે પાછા જાય.

સૌંદર્યાએ કહ્યું કે, "હું ચોક્કસપણે મારું ઘર અને લોકોને યાદ કરું છું પરંતુ પ્રાથમિકતા મારી નથી. તે લોકોની માટે છે જે અહીં મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેઓને પાછા જવું છે. મને ખુશી છે કે તેઓ ઘરે જઈ રહ્યાં છે. "

તેણે કહ્યું કે, હું મિશન વંદે માતરમ માટે દરેકની આભારી છું.

તમને જણાવી દઇએ કે, સૌંદર્યાએ મદદ માટે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. તેણે તેના સિવાય 400 અન્ય ભારતીયોને પણ બહાર કાઢવાની અપીલ કરી હતી જે કોરોના વાયરસ મહામારી વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફસાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news