Adipurush On OTT: એક નહીં 2 ઓટીટી પ્લેટફોર્મ પર અચાનક આદિપુરુષ ફિલ્મ કરાઈ રિલીઝ, જોઈ શકો છો એકદમ ફ્રીમાં

Adipurush On OTT: આદિપુરુષ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ ને બદલે બબાલ કરીને ઠંડી પડી ગઈ. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ ખરાબ રિસ્પોન્સ મળ્યો હતો. તેવામાં ઓટીટી વ્યવર્સના આશ્ચર્ય વચ્ચે આદિપુરુષ ફિલ્મ બે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આદિપુરુષ ફિલ્મ અચાનક બે ઓટીટી પ્લેટફોર્મ પર પ્રગટ થઈ ગઈ.

Adipurush On OTT: એક નહીં 2 ઓટીટી પ્લેટફોર્મ પર અચાનક આદિપુરુષ ફિલ્મ કરાઈ રિલીઝ, જોઈ શકો છો એકદમ ફ્રીમાં

Adipurush On OTT: આદિપુરુષ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ ને બદલે બબાલ કરીને ઠંડી પડી ગઈ. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ ખરાબ રિસ્પોન્સ મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા દર્શકોમાં ઉત્સાહ હતો પરંતુ આ ઉત્સાહ ફિલ્મ જોયા પછી ગુસ્સો બની ગયો. તેમ છતાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર આદિપુરુષ ફિલ્મ રિલીઝ થાય તેને લઈને દર્શકો રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોની આ ઇંતેજારીનો અંત પણ આવી ગયો. દર્શકોના આશ્ચર્ય વચ્ચે આદિપુરુષ ફિલ્મને બે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવી છે. આદિપુરુષ ફિલ્મની રિલીઝ અંગે કોઈપણ પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી ન હતી અને અચાનક બે ઓટીટી પ્લેટફોર્મ પર આદિપુરુષ ફિલ્મ પ્રગટ થઈ ગઈ.

આ પણ વાંચો:

આદિપુર ફિલ્મ ઓગસ્ટ મહિનામાં ઓટીટી પર રિલીઝ થશે તે ચર્ચા ઘણા સમયથી હતી પરંતુ તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી ન હતી અને સાથે જ તે નક્કી ન હતું કે કયા પ્લેટફોર્મ પર આ ફિલ્મ જોવા મળશે. પરંતુ ફિલ્મ મેકર સે અચાનક નેટફિક્સ અને એમેઝોન પ્રાઈમ વિડીયો બંને પર એક સાથે આદિપુરુષ ફિલ્મને રિલીઝ કરી છે. જોકે આમ થવાથી બંને ઓટીટી પ્લેટફોર્મના યુઝર્સ ખુશ ખુશાલ થઈ ગયા છે કારણ કે આ ફિલ્મ તેઓ એકદમ ફ્રી ઘરે બેઠા જોઈ શકે છે.

પહેલી વખત છે કે કોઈ ફિલ્મને એક સાથે બે પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હોય. આદિપુરુષ ફિલ્મને બે પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું કારણ તેની લેંગ્વેજ છે. એમેઝોન પ્રાઈમ વિડીયો પર વ્યુવર્સ આદિપુરુષ ફિલ્મ સાઉથ ઇન્ડિયન ભાષામાં જોઈ શકે છે. જ્યારે નેટફિક્સ પર હિન્દી દર્શક આ ફિલ્મની મજા માણી શકે છે. 

જણાવી દઈએ કે 16 જૂને આદિપુરુષ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મના ડાયલોગ, પાત્રોની વેશભૂષા અને રામાયણના પ્રસંગોમાં દેખાડવામાં આવેલા ફેરફાર લોકોને પસંદ પડ્યા નહીં અને ફિલ્મને લઈને વિવાદ શરૂ થઈ ગયો. ફિલ્મની રિલીઝ પછી વિવાદ એટલો વધી ગયો કે ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news