પ્રિયાને ભૂલી જાઓ, હવે 'આ' અભિનેત્રી આંખો મટકાવીને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ
કરોડો યુવાઓના હ્રદય પર રાજ કરનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર બાદ હવે એક વધુ અભિનેત્રી વાઈરલ ગર્લ તરીકે પ્રખ્યાત થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી: કરોડો યુવાઓના હ્રદય પર રાજ કરનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર બાદ હવે એક વધુ અભિનેત્રી વાઈરલ ગર્લ તરીકે પ્રખ્યાત થઈ ગઈ છે. ભોજપુરી ફિલ્મની મશહૂર અભિનેત્રી આમ્રપાલી દુબે હાલ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. પ્રિયા પ્રકાશની જેમ જ તેની પણ અદાઓ લોકોને ખુબ પસંદ આવી રહી છે. હકીકતમાં આમ્રપાલીએ પોતાની ફિલ્મ 'રાજાબાબુ'ના એક ગીતમાં પોતાની અદાઓથી બધાની પાગલ કરી નાખ્યા હતાં અને આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી.
આમ્રપાલીની આ ક્લિપ ઈન્ટરનેટ પર અત્યારે વાઈરલ થઈ રહી છે. અત્રે જણાવવાનું કે આ ગીતમાં તેની સાથે ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા 'નિરહુઆ' દિનેશ લાલ યાદવ જોવા મળી રહ્યો છે. પ્રિયા પ્રકાશ વોરિયરની વાત કરીએ તો તે મીડિયાના માધ્યમથી કમાણી કરવામાં અનેક હસ્તીઓને પછાડી ચૂકી છે. પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાનો અંદાજો તેના ઉપરથી જ લગાવી શકાય કે તે ઈન્ટરનેટ પર છવાઈ ગયા બાદ ગૂગલ સર્ચ મામલે સૌથી વધુ સર્ચ કરાતી સની લિયોની અને દિપીકા પાદૂકોણ કરતા પણ આગળ હતી.
જ્યારે નિરહુઆ અને આમ્રપાલી બહુ જલદી એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મનું નામ 'નિરહુઆ ચલલ લંડન' છે. જેનું ટ્રેલર હાલમાં જ યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શુટિંગ ચાર અલગ અલગ તબક્કાઓમાં મુંબઈ, નેપાળ અને લંડન સહિત અનેક દેશોમાં કરવામાં આવ્યું હતું. ભોજપુરી સિનેમામાં નિરહુઆ અને આમ્રપાલીની જોડી ખુબ મશહૂર છે.
આ ફિલ્મમાં પણ નિરહુઆ સાથે આમ્રપાલી ખુબ અલગ અંદાજમાં જોવા મળવાની છે. મોટા બજેટની આ ફિલ્મના દિગ્દર્શક ચંદ્રા પંત છે. ટ્રેલરમાં દિનેશ ખુબ દમદાર અવતારમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મમાં તેનો સાથ આપતી આમ્રપાલી દુબે પણ શાનદાર અભિનય કરતી જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધી 46 લાખથી વધુ લોકોએ જોઈ લીધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે