Shaitan Film: 'શૈતાન' જેના પરથી બની છે તે ગુજરાતી ફિલ્મ 'વશ'એ કેટલી કમાણી કરી છે જાણો છો? જાણીને વિશ્વાસ નહીં કરો

આ ફિલ્મને સફળ બનાવી શકે તેવા જે કેટલાક પરિબળો છે જેમાંથી એક તો છે કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ વશની રિમેક છે. ત્યારે આ ફિલ્મે શું વકરો કર્યો તે પણ જાણવાની બધાને ઉત્સુકતા હશે. ચાલો અમે તમને જણાવી દઈએ. 

Shaitan Film: 'શૈતાન' જેના પરથી બની છે તે ગુજરાતી ફિલ્મ 'વશ'એ કેટલી કમાણી કરી છે જાણો છો? જાણીને વિશ્વાસ નહીં કરો

અજય દેવગણ અને જ્યોતિકા, આર માધવન તથા જાનકી બોડીવાલાની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ શૈતાનનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થઈ ગયું. ટ્રેલરે લોકોમાં ગજબની ઉત્સુકતા પણ પેદા કરી છે. હવે ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ટ્રેલરમાં જ તમે આર માધવાનના શૈતાની રૂપને જોઈને વિચારમાં પડી જશો. અજય દેવગણ પણ કમાલનો લાગે છે. જ્યોતિકા અને જાનકીના પરફોર્મન્સ પર બધાની નજર રહેશે. ટ્રેલર એટલું સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે કે આ ફિલ્મની હવે લોકોમાં ચર્ચા જાગી છે. ડાયરેક્ટર વિકાસ બહલની આ ફિલ્મ 8 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને સફળ બનાવી શકે તેવા જે કેટલાક પરિબળો છે જેમાંથી એક તો છે કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ વશની રિમેક છે. ત્યારે આ ફિલ્મે શું વકરો કર્યો તે પણ જાણવાની બધાને ઉત્સુકતા હશે. ચાલો અમે તમને જણાવી દઈએ. 

વશની રિમેક
અજય દેવગણની આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ વશની રીમેક છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ ફિલ્મનું રીમેક હોવું એ ફિલ્મની ગેરંટી કેવી રીતે બની શકે તો તેનું કરાણ એ છે કે જે ગુજરાતી ફિલ્મ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે તે ફિલ્મની મર્યાદિત કમાણી પાછળ તેની ભાષાની મર્યાદા હતી. પરંતુ ક્રિટિક્સે આ ફિલ્મને ખુબ જ વખાણી હતી. વશ ફિલ્મને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ 3.5 સ્ટાર્સ તો મિડડે એ 4 સ્ટાર આપ્યા હતા તથા ફિલ્મ વિશે જણાવ્યું હતું કે અપ્રત્યાશિત ક્લાઈેક્સ સાથે રજૂ કરાયેલી ખુબ જ મનોરંજક સસ્પેન્સ થ્રીલર. 

વશ ફિલ્મે કેટલી કરી છે કમાણી
IMDB પર જે હાઈએસ્ટ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો (ગ્રોસ આવક)ની યાદી દર્શાવેલી છે તેમાં ટોપ 30માં વશ ફિલ્મ આવે છે. આ ફિલ્મ વર્ષ 2023માં રજૂ થઈ હતી. અને ફિલ્મને ક્રૃષ્ણદેવ યાજ્ઞિક, મનન રાવલે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હિતેનકુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને નીલમ પંચાલ જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. ફિલ્મની વાર્તા કઈક એવી છે કે અર્થવ નામનો એક બિઝનેસમેન તેના પરિવારને વેકેશન પર લઈ જાય છે અને પછી બ્લેક મેજિકની માયાજાળમાં ફસાઈ જાય છે અને પરિવાર પર એક પછી એક જે મુશ્કેલીઓ આવે છે તે દર્શાવેલું છે. કલાકારોના ગજબ અભિનયથી ફિલ્મની ખુબ પ્રશંસા થઈ. કમાણીની રીતે જોઈએ તો આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ આવક 2.95 કરોડ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news