Ajay Devgn ને ફિલ્મ ભોલાના આ સીનને શૂટ કરતી વખતે થયો દિવ્ય શક્તિનો અનુભવ

Mahashivratri 2023: મહાશિવરાત્રીના તહેવાર ઉપર અજય દેવગનને ફિલ્મની કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે જ પોતાનો અનુભવ પણ શેર કર્યો છે જે ચર્ચામાં છે. 

Ajay Devgn ને ફિલ્મ ભોલાના આ સીનને શૂટ કરતી વખતે થયો દિવ્ય શક્તિનો અનુભવ

Mahashivratri 2023: અજય દેવગન પોતાની ફિલ્મ ભોલાને લઈને ચર્ચામાં છે. જ્યારથી આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી અજય દેવગનના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ફિલ્મનું ટીઝર અને ફર્સ્ટ લુક સામે આવી ચૂક્યું છે અને તે લોકોને ખૂબ જ પસંદ પડ્યું છે. હવે લોકો ફિલ્મ જલ્દીથી રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં મહાશિવરાત્રીના તહેવાર ઉપર અજય દેવગનને ફિલ્મની કેટલીક તસવીરો શેર કરી છે અને સાથે જ પોતાનો અનુભવ પણ શેર કર્યો છે જે ચર્ચામાં છે. 

આ પણ વાંચો:

અજય દેવગને શેર કરી પોસ્ટ

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

અજય દેવગનને પોતાના instagram પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેની પહેલી તસ્વીરમાં તે વાઈટ કલરની ધોતીમાં શિવલિંગ ઉપર જળ ચઢાવતા જોવા મળે છે. સાથે જ પૂજારી ગંગા આરતી કરી રહ્યા છે. અજય દેવગન ની પાછળ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. બીજી તસવીરમાં અજય દેવગનનો ક્લોઝ અપ જોવા મળે છે. 

અજય દેવગનને થયો હતો દિવ્ય શક્તિનો અનુભવ

આ પોસ્ટ શેર કરીને અજય દેવગને કેપ્શનમાં પોતાની થયેલી અનુભૂતિ વિશે લખ્યું છે. ઘણી વખત ડાયરેક્ટરને અન રીયલ અને મંત્રમુગ્ધ કરી દે તેવી ફ્રેમની રાહ હોય છે. તે દિવસે બનારસમાં મહા આરતીનો સીન શૂટ થઈ રહ્યો હતો. તે સમયે મેં જબરદસ્ત દિવ્ય શક્તિ નો અનુભવ કર્યો જેને કહી ન શકાય અને ફક્ત અનુભવી શકાય. તે જગ્યા ની સ્પીરીચુઅલ એનર્જી, લોકોની ઈલેક્ટ્રીફાઈન ઓરા, બધું જ એક ફ્રેમમાં આવી ગયું. અને પછી જ્યારે લોકોએ હર હર મહાદેવનો નાદ કર્યો ત્યારે મને મારી ચારે તરફ દિવ્ય શક્તિ અનુભવ થઈ. મહાશિવરાત્રીના શુભ અવસર પર તે જ ફ્રેમ રજૂ કરી રહ્યો છું. 

 

અજય દેવગન અને તબ્બુની ફિલ્મ ભોલાના અત્યાર સુધીમાં બે ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે. આ ફિલ્મ 30 માર્ચ 2023 ના રોજ સિનેમા ઘરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન એક્ટર ની સાથે ડિરેક્ટર પણ છે. ભોલા ફિલ્મ સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ કૈથીની રિમેક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news