પહેલી ફિલ્મમાં હતો માત્ર 7 સેકન્ડનો રોલ, પછી કિસ્મતે મારી એવી પલટી કે 1 વર્ષમાં રિલીઝ થઈ 11 ફિલ્મો

Akshay Kumar Birthday: રાજીવ ભાટિયા તરીકે મુંબઈ આવેલા અક્ષય કુમારની ગણતરી બોલિવૂડના એવા કલાકારમાં થાય છે જેની દર વર્ષે ત્રણ થી ચાર ફિલ્મો આવે છે. અક્ષય કુમારે 30 વર્ષની તેની ફિલ્મી કારકિર્દીમાં 140 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 

પહેલી ફિલ્મમાં હતો માત્ર 7 સેકન્ડનો રોલ, પછી કિસ્મતે મારી એવી પલટી કે 1 વર્ષમાં રિલીઝ થઈ 11 ફિલ્મો

Akshay Kumar Birthday: કહેવાય છે કે જ્યારે તમે દ્રઢ નિશ્ચય સાથે કંઈક કરવાનું નક્કી કરો છો તો ભાગ્ય પણ તમને સાથ આપે છે અને તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે. આ વાત ફિલ્મ અભિનેતા અક્ષય કુમારના જીવનને સારી રીતે લાગુ પડે છે. દિલ્હીના ચાંદની ચોકમાં રહેનાર એક પંજાબી યુવક મુંબઈ પહોંચ્યો માર્શલ આર્ટ કર્યું, કૂકિંગ કર્યું અને પછી કિસ્મત એવી પલટી મારી કે રાજીવ ભાટિયા બોલીવુડનો ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર બની ગયો. 

બોલીવુડને આજના સમયમાં બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અક્ષય કુમારની પહેલી ફિલ્મની વાત કરીએ તો તેમાં તેને માત્ર 7 સેકંડનો રોલ મળ્યો હતો. તે સમયે અક્ષય કુમાર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવાનું કામ કરતો હતો. એક ફોટોગ્રાફરના સુજાવ ઉપર તેણે મોડલિંગ માટે પ્રોડ્યુસરના ઘર અને ઓફિસના ધક્કા ખાવાનું શરૂ કર્યું હતું. તેને પહેલી ફિલ્મમાં સાત સેકન્ડનો રોલ મળ્યો હતો જે માટે માર્શલ આર્ટસના ઇન્સ્ટ્રક્ટર તરીકે દેખાયો હતો. 

આ પણ વાંચો:

અક્ષય કુમારની લાઈફની સ્ટોરી બદલી 1991 માં આવેલી ફિલ્મ સોગંદ સાથે. ફિલ્મ સોગંદ રિલીઝ થયા પછી બોલીવુડમાં અક્ષય કુમારની ઓળખ બનવા લાગી. આ ફિલ્મ પછી તેને એક પછી એક અનેક ફિલ્મોની ઓફર મળવા લાગી. 1991 પછી 1994 નું વર્ષ અક્ષય કુમાર માટે ખાસ બની ગયું કારણ કે આ વર્ષમાં એક બે નહીં પરંતુ તેની 11 ફિલ્મનું રિલીઝ થઈ હતી. આ 11 ફિલ્મોમાંથી મોહરા, મેં ખિલાડી તું અનાડી, અમાનત, સુહાગ, હમ હૈ બેમિસાલ, યે દિલ્લગી, એલાન જેવી ફિલ્મો હિટ સાબિત થઈ હતી. ત્યાર પછી અક્ષય કુમારની ફિલ્મી સફર આજ સુધી યથાવત છે.

અક્ષય કુમાર હવે બોલિવૂડના એવા કલાકારમાંથી એક છે જેની દર વર્ષે ત્રણ થી ચાર ફિલ્મો આવે છે. અક્ષય કુમાર એ 30 વર્ષની તેની ફિલ્મી કારકિર્દીમાં 140 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 

તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી 2 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ અક્ષય કુમારની હિટ ફિલ્મોમાંથી એક સાબિત થઈ છે અને તેને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે આગામી મહિનામાં અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ રિલીઝ થવાની છે. જેનું ટીઝર પણ અક્ષય કુમારના જન્મદિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news