Akshay Kumar ની આગામી ફિલ્મ Mission Raniganj નું Teaser રિલીઝ, જુઓ તમે પણ

Akshay Kumar Film Teaser : અક્ષય કુમારની આ ફિલ્મનું નામ પહેલા કેપ્સુલ ગિલ હતું. ત્યાર પછી આ ફિલ્મનું નામ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ રાખવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ ત્રીજી વખત ફિલ્મનું નામ બદલ્યું છે અને હવે આ ફિલ્મ મિશન રાનીગંજ નામથી રિલીઝ થવાની છે. 

Akshay Kumar ની આગામી ફિલ્મ Mission Raniganj નું Teaser રિલીઝ, જુઓ તમે પણ

Akshay Kumar Film Teaser : બોલીવુડના એક્શન સ્ટાર અક્ષય કુમારનો આજે જન્મદિવસ છે. અક્ષય કુમારના જન્મદિવસ પહેલા તેની નવી ફિલ્મ મિશન રાનીગંજનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જે હવે ચર્ચામાં છે. ફિલ્મના ટીઝરમાં અક્ષય કુમાર કોલસાની ખાણમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે. આ ફિલ્મ 6 ઓક્ટોબર 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અક્ષય કુમારની આ ફિલ્મનું નામ પહેલા કેપ્સુલ ગિલ હતું. ત્યાર પછી આ ફિલ્મનું નામ ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ રાખવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ ત્રીજી વખત ફિલ્મનું નામ બદલ્યું છે અને હવે આ ફિલ્મ મિશન રાનીગંજ નામથી રિલીઝ થવાની છે. 

આ પણ વાંચો:

અક્ષય કુમાર એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર તેની નવી ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. અક્ષય કુમારની આ નવી ફિલ્મ દિવંગત જશવંતસિંહ ગિલની જિંદગી પર આધારિત છે. 1989 માં પશ્ચિમ બંગાળમાં કોલસાની એક ખાણમાં પાણી ભરાઈ જવાથી 65 મજૂરો ફસાઈ ગયા હતા. આ મજૂરોનો જીવ જશવંતસિંહ ગિલે બચાવ્યો હતો. તેના જીવન પર આધારિત આ ફિલ્મ છે.

મિશન રાનીગંજનો ડિરેક્શન ટીનું સુરેશ દેસાઈએ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપડા પણ જોવા મળશે. ફિલ્મમાં પરિણીતી ચોપડા અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળશે. અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરીએ તો મિશન રાનીગંજ પછી બડે મિયા છોટે મિયા, વેલકમ થ્રી, હેરાફેરી 3, housefull 5 જેવી ફિલ્મોમાં અક્ષય કુમાર જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news