Video : આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર જીત્યા ફેન્સના દિલ, ફોલોઅર્સ 3 કરોડને પાર

બોલીવુડની બબલી દીવા આલિયા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ 3 કરોડને પાર થઈ ગયા છે. 
 

 Video : આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર જીત્યા ફેન્સના દિલ, ફોલોઅર્સ 3 કરોડને પાર

નવી દિલ્હીઃ અભિનેત્રી આલિયા ભટ્ટના ઇંસ્ટાગ્રામ પર ત્રણ કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. તેની ખુશી મનાવતા અને તેણે આ આંકડા સુધી પહોંચાડવા માટે પ્રશંસકોનો આભાર માનતા આલિયાએ બુધવારે ફોટો-શેયરિંગ એપ પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. એક મિનિટના આ વીડિયોમાં તેના સાત વર્ષના ફિલ્મી સફરની ઝલક છે. 

વીડિયોની સાથે તેણે લખ્યું, અત્યાર સુધીની સફર શાનદાર રહી... પરંતુ આ માત્ર શરૂઆત છે.. ત્રણ કરોડ.. 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા (26)એ 2012માં ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તેણે હાઈવે, ટૂ સ્ટેટ્સ, ઉડતા પંજાબ અને ડિયર જિંદગી જેવા ફિલ્મોમાં કામ કર્યું છે. મેઘના ગુલઝારની ફિલ્મ 'રાઝી'માં એક જાસૂસની ભૂમિકા માટે તેને આ વર્ષનો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તે અત્યારે કલંક અને બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news