Baby On Board : બેબી બમ્પ પર નહિ, આલિયાની કમર પર ગયું સૌનું ધ્યાન... પ્રમોશનમાં પહેર્યો ખાસ ડ્રેસ

Alia Bhatt Pregnant : આલિયાએ ભરતકામ વર્ક કરીને Baby On Board લખાવ્યું. સાથે જ આલિયા ભટ્ટના આખા આઉટફીટ પર ગોલ્ડન કલરથી LOVE લખાયેલું જોવા મળ્યું

Baby On Board : બેબી બમ્પ પર નહિ, આલિયાની કમર પર ગયું સૌનું ધ્યાન... પ્રમોશનમાં પહેર્યો ખાસ ડ્રેસ

અમદાવાદ :અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ ચર્ચામાં છે. તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં તે વ્યસ્ત છે. સાથે જ તે હાલ પોતાની પ્રેગનેન્સી પણ એન્જોય કરી રહી છે. તેનુ ફોકસ હાલ તેની પ્રેગનેન્સી છે. એક્ટ્રેસ બ્રહ્માસ્ત્રને લઈને તે ચર્ચામાં છે, પરંતુ સાથે જ તે પોતાના પ્રેગનેન્સી ગ્લો અને લુક્સને કારણે પણ લાઈમલાઈટમાં છે. આ સમયે ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આલિયા ભટ્ટના હટકે આઉટફીટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. 

આજે બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન આલિયા પિંક કલારના કુર્તી અને શરારામાં નજર આવી હતી. આ સાથે જ તેણે નજાકતભર્યો દુપટ્ટો લીધો હતો. પ્રેગનેન્સી ગ્લોથી આલિયાનો ચહેરો વધુ ચમકદાર નજર આવી રહ્યો છે. હાલ પ્રમોશનમાં સૌથી દિલચસ્પ બાબત એ રહી કે, આલિયાનું આઉટફીટ ખાસ રહ્યું. જેમાં તેણે પીઠ પર Baby On Board લખાવ્યું છે. 

આલિયાએ ભરતકામ વર્ક કરીને Baby On Board લખાવ્યું. સાથે જ આલિયા ભટ્ટના આખા આઉટફીટ પર ગોલ્ડન કલરથી LOVE લખાયેલું જોવા મળ્યું. સાથે જ બેક પર લખાયેલું હતું, બેબી ઓન બોર્ડ 

એક્ટ્રેસે પોતાના આઉટફીટ પર લખેલા બેબી ઓન બોર્ડને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી. આ દરમિયાન રણબીર કપૂરના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. આ પ્રમોશનમાં નાગાર્જુન, મૌની રોય, કરણ જોહર સહિત એસએસ રાજામૌલી પણ હાજર રહ્યા હતા. 

પ્રમોશન દરમિયાન એક ખાસ વાત પણ જોવા મળી, રણબીર કપૂર તેલુગુ બોલતા જોવા મળ્યાં. તો આલિયા ભટ્ટે પણ સ્ટેજ પર ગીત ગાઈને ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બ્રહ્માસ્ત્રનું એડવાન્સ બુકિંગ અત્યારથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news