અનંત અંબાણીના આ શબ્દો દિલ જીતી લેશે, પ્રી-વેડિંગ પહેલા રાધિકા માટે કહી દિલની વાત

Anant Ambani-Radhika Merchant pre-wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનને લઈ હાલ તમામ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અનંત અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં રાધિકા મર્ચન્ટ માટે શું કહ્યું તે જાણીએ

અનંત અંબાણીના આ શબ્દો દિલ જીતી લેશે, પ્રી-વેડિંગ પહેલા રાધિકા માટે કહી દિલની વાત

Anant Ambani Exclusive Interview : હાલ દેશનો સૌથી અમીર પરિવાર ચર્ચામાં છે. દીકરા લગ્નને કારણે અંબાણી પરિવારમાં અલગ જ માહોલ છે. હાલ ચારેતરફ અંબાણી પરિવારની સમાજ સેવા જ ચર્ચામાં છે. દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના ઘરે લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. અંબાણી પરિવારના મોટા પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. ત્યારે અનંત અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં રાધિકા મર્ચન્ટ માટે પોતાના દિલની વાત કરી છે. 

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ માટે પોતાના દિલની વાત કરી છે. રાધિકા મર્ચન્ટના વખાણ કરતા અનંત અંબાણીએ કહ્યું કે, રાધિકાને પામીને હું ખુશ થયો છું. તે મારા સપનાની રાણી છે. બાળપણમાં મેં વિચાર્યુ હતું કે, હું ક્યારેય લગ્ન નહિ કરું. કારણ કે, હું મારું જીવન હંમેશા પ્રાણીઓ માટે સમર્પિત કરવા માંગતો હતો. પરંતુ જ્યારે હું રાધિકાને મળ્યો, ત્યારે મેં જાણ્યું તે મારા જેવી જ છે. તેમાં પણ પ્રાણીઓ પ્રતિ ઉદારતા અને પાલન-પોષણની ભાવના છે. 

અનંત અંબાણીએ કહ્યું કે, મને બાળપણથી જ હેલ્થ ઈશ્યૂઝનો સામનો કરવો પડ્યો છે. રાધિકાએ મારી હેલ્થ કેર જર્નીમાં મારો ભરપૂર સપોર્ટ કર્યો. તે મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં મારી સાથે પિલરની જેમ ઉભી રહી. 

અનંત અંબાણી કહે છે કે, રાધિકાએ મને હંમેશા તાકાત આપી છે. મારા પરિવારના સપોર્ટને કારણે હું મારા હેલ્થ ઈશ્યુઝ સામે ઝઝૂમી શક્યો. બાદમાં રાધિકાના આવવાથી મને હિંમત મળી. મારો પરિવાર મને કહે છે કે, હિંમત ન હાર, હંમેશા લડતા રહે. લોકો તારા કરતા વધુ દર્દમાં છે. તેથી હું ભગવાન પાસેથી મળેલી દરેક વસ્તુનો આભાર માનું છું. મેં ક્યારેય બીજાની વાતો પર ધ્યાન ન આપ્યુ. ગોસિપ કરવું લોકોનું કામ છે. પરંતુ મારા માટે મારો પરિવાર અને તેમનો સપોર્ટ મહત્વનો છે. 

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન જામનગરમાં કરવામાં આવી રહ્યું છે. આ માટે બૉલીવુડથી લઈને હોલીવુડ અને ક્રિકેટર્સ સુધી ઘણા વીઆઇપી લોકોનો જામનગરમાં મેળાવડો જામવા લાગ્યો છે. પ્રી-વેડિંગમાં VVIP મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે. સલમાન ખાન,કેટરીના કૈફ, રણબીર કપૂર એરપોર્ટ પર જોવા મળ્યા, આવતીકાલથી ત્રણ દિવસનું ફંક્શન યોજાનાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news